પોરબંદર: હાઉવે પર ડિવાઈડર ન હોવાથી ટ્રક પલટી મારી ગયો

પોરબંદર ના પાલખડા ગામે ગોલાઈ માં આઇસર ટ્રક મોડી સાંજે પલટી મારી ગયો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી હાઉવે પર ડિવાઈડર નાખવાની અવારનવાર રજુઆત કારવા માં આવી હતી પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇને હાઇવે પરના અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યા છે.
પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર આવેલ પાલખડા ગામ નજીક ગોલાઈ માં મોડી સાંજે એક આઇસર ટ્રક પલટી મારી ગયો હતો. આ ગોલાઈ નજીક જ રહેણાંક હોવાથી મોટી જાનહાની ટળી હતી ટ્રક પલટી મારતા લીમડા ના થડ માં અડકી ગયો હતો જો લીમડા નું જાળ ન હોત તો ટ્રક ઘર માં ઘુસી જાત અને મોટી જાનહાની થાત, ત્યારે સ્થનિકો એ એવું પણ જણાવ્યું હતી કે ટ્રક ચાલક પિધેલી હાલત માં હતો.
ત્યારે સ્થાનિકો એ એવું જણાવ્યું હતું કે અહિયા ડિવાઈડર મુકવા અનેક વખત અધિકારી ઓ ને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયા ડિવાઈડર મુકવામાં આવે અહીંયા અવારનવાર અકસ્માત સર્જાય છે જેને લઈને નિજીક માં રહેતા લોકો દરરોજ ભાઈ ના ઓથાર નીચે રહે છે જો આજે આ અકસ્માત માં લીમડા નું જાળ ન હોતતો મોટી દુર્ઘટના સર્જત ત્યારે અહીંયા ડિવાઈડર મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી.