મનોરંજન

ક્રિકેટર એમ એસ ધોની OTT પ્લેટફોર્મ પર લાવશે એક વેબ સીરીઝ

તે અને તેની પત્ની સાક્ષી બન્ને મળીને જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર એક વેબ સીરીઝ લાવી રહ્યા છે.

લોકપ્રિય કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને પણ મનોરંજન જગતમાં કામ કરવાનું આકર્ષણ થયું છે.
ધોનીએ સાલ 2019 માં ડોક્યુમેન્ટ્રી રોર ઓફ ધ લાયન્સ સાથે “ધોની એન્ટરટેઇનમેન્ટ” નામની પ્રોડકશન કંપની બનાવી બતી. હવે આ પ્રોડકશન કંપની એક વેબ સીરીઝ પણ બનાવાની તૈયારી કરે છે.

આ વેબ સીરીઝ એક નવોદિત લેખકના પુસ્તક પરથી આધારિત હશે. સાક્ષીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “મેં ક્રિએટિવ એકશનને લઇને મારા વિચારો જણાવ્યા છે. આ એક રહસ્યમય અઘોરીની વાર્તા છે.જેના દ્વારા અમે સમાજના ભ્રમ તોડવાના પ્રયાસ કરશું.”

સાક્ષીએ ટ્વીટર પર તેમ પણ ટ્વીટ કર્યું હતું કે હું આ પ્રોડકશનનું મોટા ભાગનું કામ સંભાળું છું. માહી અને હું દરેક નિર્ણયો ટીમ સાથે મળીને લઇએ છીએ. અમને તમારા પ્રેમ અને દુવાઓની જરૂર છે .

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close