પોલીસ સ્ટેશનમાં થયેલ જુગારકાંડની પોલીસકર્મીઓને મળી સજા- 4 સસ્પેન્ડ અને 3 ની..

ખંભાળિયા પંથકમાં બેફામ થયેલા જુગારી તત્વો સામે અહીંની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે એક જુગાર દરોડા બાદ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથકમાં જ જુગાર રમાતો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

રવિવારે વાઇરલ થયેલ એ વિડીયોની તપાસ તુરંત દ્વારકા એસ.પી સુનીલ જોશીએ દ્વારકા એલસીબી પીઆઈ જે.એમ.ચાવડાને સોંપી દીધી હતી. જે.એમ.ચાવડાની તપાસને ધ્યાનમાં રાખીને એસ.પી સુનીલ જોશીએ તુરંત ન્યાય આપતું કડક પગલું ભર્યું હતું અને ખંભાળિયા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સુખુભા, દિલીપસિંહ, હરદીપસિંહ, અને શક્તિસિંહને આ ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ થાય અને બીજા 3 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.
એસ.પી સુનીલ જોશીએ ફક્ત 24 કલાકની અંદર કડક નિર્ણય આપીને જણાવી દીધું કે ફરજ બજાવવામાં કોઈ પણ પ્રકારની ઢીલ એ સહન નહીં કરી શકે.