
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવી રવાના. 10 મિનિટ પરિવારજનો સાથે બેસી સાંત્વના પાઠવી. મહેશ-નારેશની જોડી અમર રહેશે તેવી કરી વાત.
એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેઓએ સૌથી પહેલા કેશુબાપાની તસવીરને પ્રણામ કર્યા હતા. અહી તેઓએ કેશુભાઈના પરિવારજનો સાથે થોડી વાતચીત કરી હતી. રાજનીતિમાં કેશુભાઈ તેમના માર્ગદર્શક બની રહ્યા હતા. વર્ષો સુધી તેઓએ સાથે કામ કર્યું હતું.

ત્યારે પોતાના ગુરુ એવા કેશુભાઈને તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. કેશુભાઈના દીકરી સોનલબેન દેસાઈએ પીએમ મોદીની આ મુલાકાત વિશે કહ્યું કે, પરિવારના વડીલ તરીકે અમારા વચ્ચે આવ્યા હતા. અમારી સાથે બેસી દિલસોજી વ્યક્ત કરી. છેલ્લા સમયની સ્થિતિ કેવી હતી તે સંસ્મરણો વાગોળ્યા હતા. જ્યારે કેશુબાપાન કોરોના થયો હતો ત્યારથી તેઓ સતત સંપર્કમાં હતા. કોવિડમાંથી મુક્ત થયા બાદ તેમની સ્થિતિ અંગે પણ તેઓએ પૂછપરછ કરી હતી. અમારી વચ્ચે આવી શ્રદ્ધાંજલિ આપી તે બદલ તેમનો આભાર છે.