રાષ્ટ્રીય

પીએમ મોદીએ 5 ઓગસ્ટ ને ગણાવ્યો ખાસ દિન; કારણ જાણો..

  • 5 ઓગસ્ટે કલમ 370 દૂર થઈ, પછી મંદિર નિર્માણની શરુઆત થઈ
  • હવે હોકી ટીમને મળેલી જીતને 5 ઓગસ્ટ સાથે સરખામણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટના મહત્વ અને આજે બની ઘટનાઓ વિશે વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદીરના ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને મદદ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ કરી. વડાપ્રધાને 5 ઓગસ્ટને ખાસ દિવસ ગણાવીને કહ્યું છે કે, આ દિવસે 2 વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરી, પાછલા વર્ષે રામ મંદિરી ભૂમિ પૂજન થયું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે 41 વર્ષ પછી મેડલ જીત્યો છે.

આ પણ વાંચો..

અમદાવાદ એરપોર્ટ પર હવેથી મુસાફરોને મળશે આ લાભ..

વડાપ્રધાને વિપક્ષને નિશાના પર લઈને કહ્યું કે, કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં જોડાયેલા છે. મોદીએ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીને કહ્યું, “5 ઓગસ્ટની તારીખ ઘણી જ વિશેષ છે. 5 ઓગસ્ટ જ છે, જ્યારે 2 વર્ષ પહેલા આર્ટિકલ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકોને દરેક અધિકાર, દરેક સુવિધાના સંપૂર્ણ ભાગીદાર બનાવ્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 1 =

Back to top button
Close