દેવભૂમિ દ્વારકા
વૃક્ષારોપણ કાયૅક્રમ

ઓખાનગર પાલિકા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા ઓખાનાં લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિલેષભા પબુભા માણેકનાં વરદ હસ્તે વૃક્ષારોપણનો કાયૅક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ઓખા નગરપાલિકાનાં પ્રમુખ ચેતનભા માણેક, ભરતભાઈ ત્રિવેદી, નગર પાલીકાનાં સદસ્યો, R.S.S. નાં સવ્યં સેવકો અને વેપારીઓ હાજર રહ્યા હતા. નિલેષભા માણેકે વધુ વૃક્ષો વાવવા પ્રજાજનોને અનુરોધ કયોઁ હતો.