ગાંધીનગર
ગાંધીનગર સચિવાલયમાં PIએ કરી આત્મહત્યા…

ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PIએ આત્મહત્યા કરી છે.
ઘરે નહીં પહોંચતા પરિવારે પોલીસને કરી હતી જાણ. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી.
તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્ની છે. શા કારણે PI પીજે પટેલે આત્મહત્યા કરી તે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.