ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વરસાદી પાણી સાથે કંપનીનું કેમિકલયુક્ત પાણી કોતર માં છોડતો ગ્રામજનો દ્વારા કંપની બહાર હોબાળો

હાલોલ તાલુકા નાં બાસ્કા નજીક ઉજેતી પંચાયત ની હદ માં આવેલ દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વરસાદી પાણી સાથે કંપનીનું કેમિકલયુક્ત પાણી કંપની ની સામે ની બાજું માં આવેલ કોતર માં છોડતો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા કંપની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકા ના ઉજેતી પંચાયત ની હદમાં આવેલ સનફામૉ કંપની ના સ્થાનિક સંચાલકો દ્વારા વરસાદી પાણીની સાથે કંપનીની અંદર થી કંપનીનું દુષિત અને દુર્ગંધ મારતું પાણી જાહેર રસ્તાના નાળામાં છોડવા માં આવે છે. તેવા આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે
વધુમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા જણાવા મળી આવ્યું છે કે કંપની દ્વારા વરસાદ પડવા ની સાથે જ કંપની નું કેમિકલયુક્ત પાણી કંપની ની સામેની ની બાજું માં આવેલ કોતર માં પાણી છોડવા આવે છે. જે પાણી કેમીકલ યુક્ત હોવાના નાં કારણે આ વિસ્તારના પશુપાલકો ના ઢોરો ( પશુઓ) વારંવાર બિમાર પડે છે. કેમીકલ યુક્ત પાણી નાં કારણે સ્થાનિક લોકોને ભારે પરેશાની ઓનો સામનો કરવો પડે છે. કંપની દ્વારા કંપની ની અંદર થી દુષિત પાણી પાઇપ લાઇન દ્વારા પાણી બહાર કાઢી સામે ની બાજું માં આવેલ કોતર માં છોડવા માં આવે છે. તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કંપની સ્થાનિક સંચાલકો સામે કરવામાં આવી રહ્યા છે.
જોકે આ બનાવ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના પંચમહાલ એકમના રિજિયોનલ મેનેજર ને ટેલિફોનિક પૂછપરછ કરતાં તેઓએ આ અંગે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this