ગુજરાત

વેપાર ઉદ્યોગો શરૂ થઈ ગયા હોવા છતાં રાજયમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ 30% ઓછું

લોકડાઉન પુર્વેની સપાટી કરતાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હજુ 30% જેટલું ઓછું છે. કામગીરી શરુ કરવા રાજય સરકારે મોટાભાગના વેપાર-ઉદ્યોગોને છૂટ આપી હોવા છતાં ઈંધણની ખપત ઝડપથી સુધરી નથી.

ફેબ્રુઆરી 2020 સુધી ગુજરાતમાં દર મહીને સરેરાશ 18 કરોડ દર મહીને સરેરાશ 18 કરોડ લિટર પેટ્રોલ વેચાતું હતું, તે લોકડાઉન પછી એક તબકકે નાટકીય ઢબે ઘટી 3.6 કરોડ લીટર થઈ ગયું હતું.

ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદ ઠકકરે જણાવ્યું હતું કે ડીઝલનું વેચાણ આ તાબામાં 56 કરોડ લીટરથી ઘટી 11 કરોડ લીટર થયું હતું. અલબત, અનલોક પ્રોસેસ તબકકાવાર શરુ કરાતા બન્ને ઈંધણનો ઉપાડ વધ્યો છે. ઓગષ્ટના અંતે પેટ્રોલનું માસિક વેચાણ 13 કરોડ લીટર અને ડીઝલનું 35 કરોડ લીટરના અંકે પહોંચ્યું છે.

ઠકકરે જણાવ્યું હતું કે વેપાર-ઉદ્યોગ ક્રમશ: શરુ થઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં લોકો હજુ ઘરેથી કામ કરી રહ્યા છે. લોકડાઉન પહેલાના વેચાણની સ્થિતિ આવતા હજુ ત્રણ-ચાર મહિના લાગી જશે.
ગુજરાતમાં ઉદ્યોગો 50-60% ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. સિનેમાહોલ, કલબ, પર્યટનસ્થળો, યાત્રાધામો અને હોટેલોમાં કામકાજ હજુ ઠપ્પ છે.

ઠકકરે જણાવ્યું હતું કે આ સ્થળો ફરી ખોલવામાં આવે તો પણ લોકો સાવચેત રહી કોરોના વાયરસ નબળો પડવાની વાટ જોશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × four =

Back to top button
Close