વેપાર

પેટ્રોલ-ડિઝલની કિંમતો પ્રતિ લિટર બે રૂપિયા સુધી ઘટી શકે છે, જાણો..

છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલના ભાવ સતત વધ્યા છે અથવા સ્થિર રહ્યા છે. ઓઇલ કંપનીઓ પર ભાવ ઘટાડવાનું દબાણ છે. આથી હવે ગ્રાહકોને લાભ મળી શકે છે. વર્તમાન સ્તરમાં જો ક્રૂડમાં 20 ટકા ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. પરિણામે પેટ્રોલ-ડીઝલમાં 2.5થી ત્રણ રૂપિયાનો પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ થયાના સમાચાર પછી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ક્રૂડ ઓઇલની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે.આ કારણે હવે ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને 32 ડૉલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે.ડીઝલનું વેચાણ સામાન્યથી ઓછું છે. જોકે, દર મહિનાની સરખામણી કરવામાં આવે તો ડીઝલની માંગમાં વધારો થયો છે. આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં પેટ્રોલના વેચાણમાં બે ટકાનો ઘટાડો થયો છે.ગત મહિનાની સરખામણીમાં પેટ્રોલના વેચાણમાં 10.5 ટકાનો વધારે થયો છે. જોકે, ડીઝલની માંગ હજુ પણ નકારાત્મક છે.

સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલની માંગમાં બે ટકાનો વધારો થયો છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. જે બાદમાં પેટ્રોલના વેચાણમાં પ્રથમ વખત વધારો થયો છે. એનાથી માલુમ પડે છે કે પેટ્રોલની માંગ કોવિડ-19ના પહેલાના સ્તર પર પહોંચી ગઈ છે. 

દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા ઇંધણ ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જે 48.4 લાખ ટન છે. સપ્ટેમ્બર, 2019માં આ વેચાણ 53 લાખ ટન હતું. જ્યારે ઓગસ્ટ, 2020માં ડીઝલનું વેચાણ 39.7 લાખ ટન હતું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close