
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યું કે કોરોનાના કારણે 2021ના કુંભના મેળામાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યિદિત રાખવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ ભક્તોને પાસ આપવામાં આવશે અને આવનાર જે પણ મંડળો હશે તેમણે પણ પોતાના મંડળોમાં ખૂબ જ મર્યિદિત લોકોને લાવવાના રહેશે તેમ જ સંતો સાથે કોરોના વાઇરસના કરી અને શક્ય તેટલી ઓછી સંખ્યામાં આવે તે માટે તેમને અપીલ કરવામાં આવશે.
આ વર્ષે જે ભક્તો પાસે કુંભના મેળામાં આવવા માટેનો પાસ હશે ફક્ત તે વ્યક્તિ જ મેળામાં પ્રવેશ મેળવી શકશે અને આ પાસ પદ્ધતિ કુંભમેળાના ઇતિહાસમાં પહેલીવાર થશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કાર્યભાર સંભાળ્યાને સાડાત્રણ વર્ષ પૂરા થવા પર મીડિયા સાથે ચચર્િ કરી હતી જેમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચારધામની યાત્રાના તમામ રસ્તાઓની મયર્દિા 5.5 મીટર કરી જો કે, તે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પૂરતી નથી. કારણકે આટલા રસ્તાઓ પરથી સૈન્ય સરળતાથી હિલચાલ કરી શકતું નથી ત્યારે તેમણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય તરફ કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું અને તમામ માર્ગની વિશાળતા પર ભાર મૂક્યો હતો. તેમ જ ચારધામ દેવસ્થાન મેનેજમેન્ટ બોર્ડના બંધારણને સાડા ત્રણ વર્ષ દરમિયાન જે પણ નિર્ણયો લીધા છે તેને સુધારાત્મક પગલાં તરીકે ગણાવ્યા હતા અને જણાવ્યું કે લોકોને પારદર્શક સરકાર આપીને વિકાસને વેગ આપ્યો છે.