ગુજરાતરાજકારણ

પાટીલ ફરી ટી-૨૦ના મુડમાં, ક્યાંક ‘પાટાપીંડી’ તો ક્યાંક ‘ઓપરેશન’ પણ કરીશું

જામનગર : ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા  બાદ સીઆર પાટીલ ભાજપના સંગઠનમાં પુરા જોમથી બેટિંગ કરી લેવાના મૂડમાં છે. સૌરાષ્ટ્રના પ્રવાસમાં ભાજપના જુથવાદને ડામવા તમામ પ્રકરની તૈયારી હોવાનું જણાવ્યું હતું. ત્યાં આજે વધુ એક વખત પાટીલ ઉતરગુજરાતના પ્રવાસમાં અડધી પીચે આવી રમતા દેખાયા છે. આજે કાર્યકર્તાઓના પ્રશ્ને તેઓએ ખાતરી આપી સમયાંતરે સમસ્યાનોનું નિરાકરણ લઇ આવવાની ખાતરી આપી હતી. જેમાં તેઓના પ્રતિભાવોથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાશે એમ રાજકીય પંડિતોએ ગણિત માંડ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલ આજે પ્રથમ વખત ઉતર ગુજરાતના પ્રવાશે નીકળ્યા છે. સૌરાષ્ટ્ર મુલાકાત વખતે બતાવેલ સ્ફૂર્તિ અને સંગઠનમાં ફેરફાર અને જુથવાદને લઈને કરેલ નિવેદનો હજુ પણ ભાજપના અનેક નેતાઓને પસંદ પડ્યા નથી એવો આંતરિક ગણગણાટ શરુ થયો છે પરંતુ પક્ષ પ્રમુખ સામે કોઈ ઉચે અવાજે વાત કરી શકે તેવી સ્થતિમાં નથી. આજે વધુ એક વખત પાટીલ ઉતર ગુજરાતના પ્રવાસે સટાસટી બોલાવતા ફરી વખત જુથવાદ અને પોતાને જ સર્વેસર્વા સમજતા નેતાઓમાં ચિંતાના વાદળો ફેલાઈ ગયા છે. સી.આર.પાટીલે પાલનપુર ખાતે સૂચક નિવેદન કર્યા હતા. જેમાં કાર્યકરોના સૂચનો પોતાના પીએસને આપી દેવાની સલાહ આપી સંદેશાઓ ગુપ્ત રાખવાની પણ ખાતરી આપી છે.

આ બાબતને લઈને પાટીલે કહ્યું હતું કે, ‘સજેશન પણ ઘણા અને ઉપાય પણ ઘણા છે, જ્યાં લાગશે ત્યાં પાટા પીડી કરી નાખીશું અને જ્યાં લાગશે ત્યાં ઓપરેશન પર કરીશું, પરંતુ ફક્ત કમળ માટે કામ કરીશું. કાર્યકરોનો લક્ષ્ય માત્ર કમળ જ હોવો જોઈએ એમ પણ તેઓએ સ્પષ્ટ કર્યું હતું. જેને લઈને ભાજપના અનેક મોટા નેતાઓમાં ચિંતાના વાદળો ફેલાઈ ગયા છે. જોકે પાટીલ આવનારા સમયમાં કેવા પગલા ભરી પાર્ટીમાં કેવું પરિવર્તન લઇ આવે છે એ જે તે સમયે  ખબર પડશે પણ હાલ પાટીલ અડધી પીચે આવી બેટિંગ કરી રહ્યા છે એ વાસ્તવિકતા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + 7 =

Back to top button
Close