આંતરરાષ્ટ્રીય

ચીનની ઘુસણખોરી, દેશમાં ડરના માહોલ વચ્ચે આજથી સંસદનું સત્ર

લોકસભા અને રાજ્યસભામાં સોમવારથી ચોમાસુ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. વિપક્ષ કોરોના મહામારી સામે સરકારની નિષ્ફળતા, સરકારની ખેડૂત વિરોધી નીતિ અને હરિયાણામાં ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ તેમજ જીડીપી અને બેરોજગારી, ચીનની ઘુસણખોરી જેવા મુદ્દે કેન્દ્રને ઘેરશે.

જોકે શરૂઆતના દિવસોમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંસદમાં હાજર નહીં રહી શકે કેમ કે સોનિયા સારવાર માટે વિદેશ ગયા છે અને રાહુલ પણ તેમની સાથે છે. આ વખતના ચોમાસુ સત્રમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બન્ને ગૃહોમાંથી પ્રશ્નકાળ જ કાઢી નાખવામાં આવ્યો છે જે સામાન્ય રીતે સરકારોને વિપક્ષ દ્વારા સવાલો કરવા માટે હોય છે.

જોકે કોરોના મહામારીને કારણે દરેક સાંસદોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે જે બાદ જ સંસદમાં પ્રવેશ આપવામાં આવશે. અનેક સાંસદો અને સ્ટાફને કોરોના થયો છે આવી સિૃથતિમાં સંસદની બેઠક વ્યવસૃથા જ્યાં કરવામાં આવી છે તેમાં સોશિયલ ડિસ્ટંસનું ધ્યાન રખાયું છે સાથે જ સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું છે. 

આ વખતે સમયમાં પણ ફેરફાર કરાયો છે. રાજ્યસભાની પહેલા દિવસની કાર્યવાહી સવારે નવ લાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે લોકસભા સાંજે ત્રણ કલાકે શરૂ થઇને સાત કલાક સુધી ચાલશે. બન્ને ગૃહોની ચેમ્બરનો ઉપયોગ સાંસદોએ બેઠક માટે કરવાનો રહેશે.

72 કલાક પહેલા કોરોના ટેસ્ટ થશે સાથે જ પ્રવેશ દ્વાર પર જ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. વારંવાર બન્ને બેઠક વ્યવસૃથાને સેનિટાઇઝ કરવામાં આવશે. 14મીથી શરૂ થનારૂ આ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલશે. જે મીડિયાકર્મીઓ આ સત્રના કવરેજ માટે આવવાના હોય તેમણે પણ 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. 

દરમિયાન વિપક્ષે લોકસભામાં ચીન સાથેનો સરહદી વિવાદ, નબળી આિર્થક સિૃથતિ અને માઇનસ 23 ટકાએ પહોંચેલા જીડીપી પર ચર્ચાની માગણી કરી છે. ડીએમકેના નેતાએ કહ્યું હતું કે અમે આ મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની માગણી અધ્યક્ષ સુધી પહોંચાડી છે. જેથી અધ્યક્ષ ઓમ બિરલાએ ખાતરી આપી હતી કે ગૃહને સરળતાથી ચલાવવા માટેના પ્રયાસો થશે અને વિપક્ષને પણ પુરતી તક આપવામાં આવશે.

બીજી તરફ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જીડીપી માઇનસ પર પહોંચ્યો છે, સરહદે ચીનની દાદાગીરી વધી છે અને દેશમાં ડરનો માહોલ છે, ખુદ સાંસદો ડરમાં છે આવી સિૃથતિ વચ્ચે સંસદનું આ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. વિપક્ષની માગણીને ધ્યાનમાં રાખી ભીસમાં આવેલી સરકાર ચીન મુદ્દે સંસદમાં નિવેદન જારી કરી સિૃથતિ અંગે સ્પષ્ટતા કરે તેવી શક્યતાઓ છે.  

સરકારે સંસદના ચોમાસુ સત્ર માટે 23 બિલોની યાદી બનાવી

23 બિલમાંથી 11 બિલ વટહુકમનું સ્થાન લેશે  

સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્ર માટે કેન્દ્ર સરકારે 23 નવા બિલની યાદી તૈયાર કરેલી છે. જેમાંથી 11 બિલ વટહુકમનું સૃથાન લેશે. સંસદનું સત્ર 18 દિવસ ચાલશે. 1 એપ્રિલ, 2020થી એક વર્ષ સુધી સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડો કરવાનું બિલ પણ સંસદમાં રજૂ કરવામાં આવશે. સાંસદોના કપાયેલા 30 ટકા પગારનો ઉપયોગ કોરોના સામેની લડાઇમાં કરવામાં આવશે. 

સત્રમાં આરોગ્ય કર્મચારીઆને તેમની વિરૂદ્ધ થતી હિંસા સામે રક્ષણ આપવાનું બિલ પણ સામેલ છે. કોવિડ-19નો સામનો કરવા માટે ફરજ પર નિમાયેલા આરોગ્ય કર્મચારીઓ સાથે હિંસા આચરવામાં આવશે તો આ કૃત્ય બિનજામીન ગુનો ગણાશે.

આ ગુના માટે મહત્તમ સાત વર્ષની સજા થશે અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે. આ બિલ હેઠળ ડોક્ટરો, નર્સો અને આશા વર્કરોને આવરી લેવામાં આવશે.  ખેડૂતો પોતાની રીતે પોતાના ઉત્પાદનો વેચી શકે તે માટે થોડાક સમયે જારી કરવામાં આવેલા વટહુકમનું સૃથાન લેનાર બિલ ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, 2020 પણ રજૂ કરશે. 

ડોક્યુમેન્ટ અનુસાર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી(એમેન્ડમેન્ટ) બિલ, 2020 અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ફેકટોરિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2020 તથા પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એસ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહાબિલિટેશન(એમેન્ડમેન્ટ) બિલ, 2020 પણ રજૂ કરવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 6 =

Back to top button
Close