સંસદનું સત્ર : કોરોના-ચીન-અર્થતંત્રના મુદ્દા ગાજશે

કેન્દ્ર સરકાર કોરોના તથા ચીન વિવાદ મુદ્દે ટૂંકી ચર્ચા માટે સંમત થવાની શક્યતા: જીએસટીની ખાધની રાજ્યોને ચૂકવણી નહીં થવા મુદ્દે પણ વિપક્ષો એકજૂટ : સરકાર કુલ 33 વિધેયકો પેશ કરશે
સરકાર દ્વારા 22 સહિત 33 વિધેયકો પેશ કરવામાં આવે તેવી શક્યતા છે. વિરોધ પક્ષે કોરોનાથી અર્થતંત્રને ફટકો, મહામારી રોકવામાં નિષ્ફળતા તથા ચીનસાથેના સરહદી વિવાદ વિશે સરકારને સાણસામાં લેવાનો પ્રયત્ન કરશે.
કોરોના તથા તેના કારણે અર્થતંત્રને પડેલા ફટકા, ચીન સાથેના સરહદી વિવાદ ઉપરાંત રાજ્યોને જીએસટી નુકશાની આપવાના વિવાદના મુદ્દે તડાપીટ બોલાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ, આપ તથા તેલંગાણા રાજ્ય સમિત ટીઆરએસ, જેવી પાર્ટીઓએ જીએસટીનો મુદ્દો ઉપસ્થિત કરવાનું નક્કી કર્યું જ છે.
કોરોના મહામારીના નિયંત્રણોને કારણેસંસદના સત્રની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ બદલાવ નક્કી થયા જ ચે. 11 વટહુકમોને માન્યતા અપાવવા ખરડા સ્વરુપે રજૂ કરાશે તેમાં મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી, પેન્શન રેગ્યુલેટરી વગેરે ખરડાનો સમાવેશ થાય છે.
કોરોના તથા ભારત-ચીન સરહદી વિવાદની ટુંકી ચર્ચા કરવા, સરકાર સહમત થાય તેવા નિર્દેશ છે. લોકડાઉન દરમ્યાન સરકારે જાહેર કરેલા તમામ 11 વટહુકમો સામે વિપક્ષોએ કાનૂની ઠરાવ કર્યા જ છે.
કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, સરકારે ફેડરલ સ્ટ્રક્ચરને તોડી નાખ્યું હતું. સંસદે પસાર કરેલા કાયદાનો ભંગ છે. અન્ય રાજકીય પક્ષો સાથે સંપર્ક કરીને મુદ્દો ઉઠાવવામાં આવશે.