પંચમહાલ: શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોની વર્તમાન કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા દ્વારા સમીક્ષા કરવામાં આવી.

શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોની વર્તમાન કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા દ્વારા સમીક્ષા કરવામાં આવી.
શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોનની વર્તમાન કામગીરી સંદર્ભે બી.આર.સી.શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર દ્વારા વ્યક્તિગત સમીક્ષા કરવામાં આવી. જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોના શિક્ષણ માટે સચિત્ર વાળું ઉત્તમ સાહિત્ય વિતરણ કરી તે સાહિત્યના ઉપયોગ સંદર્ભે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું. 2019 ના વર્ષમાં શહેરા તાલુકામાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના 8 વર્ગોમાં કુલ 98 બાળકો શિક્ષણ મેળવતા હતા. આ બાળ મિત્રો દ્વારા તે તમામ બાળકોનું 100 ટકા શાળાઓમાં નામાંકન કરીને વર્તમાન કોરોના મહામારીના સમયે હોમ લર્નિંગ અંતર્ગત બાળકોને ઘરે જઈને શિક્ષણ આપવાની કામગીરી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. દુરદર્શનના માધ્યમથી 19 બાળકો, મોબાઈલ યુ ટ્યુબના માધ્યમથી 22 બાળકો, 17 બાળકોને ફોનથી સંપર્ક કરી નિયમિત માર્ગદર્શન આપવામાં આવે છે. તમામ 98 બાળકોને નિયમિત રોજેરોજ બાળ મિત્રો દ્વારા ઘરે મુલાકાત કરી શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. બ્લોક આર.પી.મોનીટરીંગ પ્રિસ્કિલાબેન ખ્રિસ્તી દ્વારા રોજેરોજ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની મુલાકાત લઈ બાળ મિત્રો અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમાર દ્વારા પણ નિયમિત સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વર્ગની મુલાકાત લેવામાં આવે છે. પોતાની મુલાકાત દરમિયાન બાળકો, બાળ મિત્રો અને માતા પિતા અને વાલીઓને શૈક્ષણિક માર્ગદર્શન તથા આ બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળકોનું શિક્ષણ ગુણવત્તાસભર બનાવવા માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા દ્વારા બાળમિત્રોને આજ રોજ સચિત્ર કેલેન્ડર, વાંદરાની પૂંછડી, ગીતા જાનમાં ગઈ, મરઘી અને મગર, ચકલીનું મોતી, હાથી અને બકરી, સોનુના લાડવા, માં અને બચ્ચા જેવા સચિત્ર અને સરળ ભાષમાં લખાયેલા શબ્દો વાળું સાહિત્ય બાળકોને ગમે તે પ્રકારનું વિતરણ કરવામાં આવ્યુ. આ સાહિત્યના માધ્યમથી સ્પેસિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો જોવા મળશે અને તાલુકાના મેઈન્સ્ટ્રીમ થયેલા બાળકોનું વર્તમાન કોવિદ – 19 ની પરિસ્થિતિમાં શિક્ષણ જીવંત બને તે પ્રકારના પ્રયત્નો સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા OIC રશ્મિકાંત ખડાયતા ઉપસ્થિત રહી માર્ગદર્શન અને બ્લોક રિસોર્સ મોનીટરીંગ પ્રિસ્કીલાબેન, બાળ મિત્રો અને બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમાર દ્વારા તાલુકાના અનટ્રેક બાળકોને ટ્રેક કરવા, 11 થી 14 વર્ષની કિશોરીને શિક્ષણ અપાવવું, ધો.1 થી 12 નું 100 ટકા નામાંકન થાય તેવા પ્રયત્નો અને કામગીરીની ચોકસાઈ, નિયમિતતા અને પ્રામાણિકતાથી પ્રભાવિત થઈ અભિનંદન પાઠવ્યા હતા.
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this