પંચમહાલ : શહેરા તાલુકાના 1566 શિક્ષકોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જ્ઞાનકૂંજ પ્રોજેકટના માધ્યમથી ડીઝીટલ કામગીરી લોન્ચ કરતા જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ.

શહેરા તાલુકાના ૨૨ ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર, ૧૫૬૬ શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના કર્મચારીઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ્ઞાનકૂંજ પ્રોજેકટના માધ્યમ દ્વારા ડીઝીટલ કામગીરી લક્ષ્મણપુરા પ્રા.શાળા ખાતે આજ રોજ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી. શહેરા તાલુકાની જ્ઞાનકૂંજ પ્રોજેકટ સુવિધા ધરાવતી ૩૪ શાળાઓના શિક્ષકોની બે તબક્કામાં ટેકનોલોજીની તાલીમ રાખવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લક્ષ્મણપુરા પ્રા.શાળા અને સાજીવાવ પ્રા.શાળા અને બીજા તબક્કામાં મંગલપુર પ્રા.શાળા અને શેખપુર પ્રા.શાળા ખાતે જ્ઞાનકૂંજ પ્રોજેકટના માધ્યમથી ટેકનોલોજીની E – કન્ટેનની તાલીમ રાખવામાં આવેલ છે. તજજ્ઞ તરીકે જયપાલસિંહ બારીઆ, ભુપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, જીતેન્દ્ર સિંધી અને દિપક પંચાલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડો.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના સમયે ચાલતી શૈક્ષણિક કામગીરીમાં દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ, બાયસેગ માધ્યમથી, પાઠય પુસ્તક પરના QR કોડના માધ્યમથી, મોબાઈલ યુટ્યુબના માધ્યમથી, ફોન સંપર્કથી, માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસરૂમના માધ્યમથી અને વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ શિક્ષણ આપવાની કામગીરી વગેરે કામગીરી વધુ અસરકારક અને શિક્ષણમાં નાવીન્યકરણ લાવી વર્તમાન સમયમાં શહેરા તાલુકાના ૬૫૦૦૦ થી વધુ બાળકોને ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન અને તેના વર્ગનું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર ની તમામ જોગવાઈઓ અનુસાર ઉત્તમ કામગીરી કરી તાલુકાની તમામ શાળાઓને ટેકનોલોજીના E – કન્ટેનની ક્ષેત્રે આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this