ગુજરાત

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પો.સ્ટે. ખાતે રૂ.૫,૭૦,૪૩૧/- ની લોન ફ્રોડ- સાયબર ક્રાઇમનો ગુન્હો ડીટેકટ કરી ઝારખંડની ગેંગનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમે હાલોલ ટાઉન પો.સ્ટે. ખાતે નોંધાયેલા ૫,૭૦,૪૩૧/- ના લોન ફ્રોડના સાયબર ક્રાઇમ ગુન્હા બાબતેની ફરીયાદ આધારે નીચે મુજબની કાર્યવાહી કરી મુળ ઝારખંડના રહેવાસી ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, હાલ રહે.ઝારખંડ-નાને પકડી હાલોલ ટાઉનમાં નોધાયેલો ગુનો મુજબનો ગુન્હો ડીટેકટ કરેલ છે અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અને અન્ય સાગરિતોનો પણ પર્દાફાશ કરેલ છે.જેમા ફરીયાદની હકીકત વિગતમાં, ફરીયાદીની જાણ બહાર તેમના એક્સિસ બેંકના એકાઉન્ટમાં રૂ.૫,૭૦,૪૩૧/- ની લોન ઓનલાઇન મંજુર કરાવી તે નાણાં ફરીયાદીના ખાતામાં ટ્રાન્સફર કરી ફરીયાદીને જણાવેલ કે, એક્સિસ બેંકના સર્વરમાં ખામી થતા ભુલથી આ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર થયેલ છે. તેમ કહી ફરીયાદીને સમજાવી લોનના નાણાં પરત બેંકમાં જમા કરાવવા સારૂ ઓટીપી ફરીયાદીના મોબાઇલમાં આવેલ તે માંગેલ જેથી ફરીયાદીએ બેંકની ભુલથી તેમના ખાતામાં જમા થયેલ નાણાં પરત બેંકમાં મોકલવાની કાર્યવાહી કરેલ. ત્યારબાદ બેંકમાંથી આ લોનના રૂ.૫,૭૦,૪૩૧/- ના નાણાં રૂ.૧૨,૩૯૦/- ના ૬૦ હપ્તા ભરવાના અને જો હપ્તા ન ભરાય તો વધુ વ્યાજ લાગશે તેવા ઇ-મેઇલ ફરીયાદીના મોબાઇલમાં આવેલ. જે અંગે તેઓએ પ્રાથમિક તપાસ કરાવતા ટ્રાન્સફર થયેલ નાણાં રૂ.૫,૭૦,૪૩૧/- જે પેટીએમ મારફતે અલગ-અલગ બેંક ખાતામાં જમા થયેલ હતાં. જેની વિગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ દ્રારા પેટીએમ સ્ટેટમેન્ટ આધારે મેળવી આ ટ્રાન્સફર થયેલ બેંક ખાતાઓની માહિતી પણ મેળવી બેંક ખાતાધારકોની તપાસ કરતા એક ખાતાધારક કે, જેનું નામ ઇસ્લામ અહેજાદમીયા અન્સારી, જેણે તેના ઇન્ડસઇન્ડ બેંક, ચાંગોદર બ્રાચ, અમદાવાદના ખાતામા રૂ.૪૦,૦૦૦/- જમા કરાવેલ હતા. જે રૂ.૪૦,૦૦૦/- સદર ઇસમે તેના સાગરીતો મારફતે એટીએમ દ્રારા કેશ વિડ્રોલ કરેલ હતાં. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ તરફથી અમદાવાદ ખાતે ઇસ્લામ અહેજાદમીયા અન્સારીની તપાસ કરતા આ ઇસમ મળી આવેલ અને ઝારખંડ હોવાનું જણાવેલ અને તેના ખાતામાં જમા થયેલ નાણાં બાબતે પુછપરછ કરતા તેના સાગરીતો સાથે મળી આ ફ્રોડ કરેલ હોવાનુ બહાર આવ્યુ હતુ.આ મામલે હાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + twenty =

Back to top button
Close