ગુજરાત

પંચમહાલ:શહેરા તાલુકામાં સફેદ ક્વાર્ટઝ પથ્થરનાં ગેરકાયદેસર ધંધામાં કાળા કોલરના વહેપારીઓ ને  બલ્લે બલ્લે.

ખાણ ખનીજ વિભાગ તરફથી મીઠાં આંખ મિચામણા થતાં ગેરકાયદેસર સફેદ પથ્થરના કાળા કારોબારને ન્યાય આપતા વહેપારીઓ ગેલમાં.

 છેલ્લાં કેટલાંય સમયથી શહેરા તાલુકાના પૂર્વ વિભાગના કેટલાક ગામડાઓ ઉપરાંત જંગલ વિસ્તાર સફેદ પથ્થરના કાળા કારોબાર ના હબ ( કેન્દ્ર ) બન્યા છે જેમાં શહેરાના પૂર્વમાં આવેલી સફેદ ક્વાર્ટઝની લિઝો ફક્ત કાગળ ઉપર ચાલતી હોવાની અને દેખાવ પૂરતી ચાલતી હોવાની માહિતી સાંપડી રહી છે જો શહેરા એકલાની વાત કરીએ તો અંદાજિત ૩૦ થી ૩૫ જેટલી ટ્રકો સફેદ પથ્થરના ગેરકાયદેસર કાળા કારોબારમા જોતરાયેલી છે તો કેટલીક ટ્રકો ના વીમા તપાસવામાં આવે તો તેમાં પણ વાસ્તવિકતા બહાર આવે તેમ છે .

ગેરકાયદેસર સફેદ પથ્થરની ખેપ મારવા માટે તેઓની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરીએ તો તેઓ રાત્રીના ૨ થી સવારના ૫ વાગ્યાનો પહોર પસંદ કરે છે કેમ કે કોઈ પણ અડચણ વગર તેઓ તેમના બે નંબરના ધંધાને અંજામ આપી શકે.બીજી વિશેષતા જોઈએ તો જે તે ટ્રક માલિક દ્વારા તેની ટ્રક નીકળે એટલે આયોજન પૂર્વકનું પાઈલોટિંગ કરવામાં આવતું હોય છે અને સમગ્ર જિલ્લામાં  ગેરકાયદેસર રીતે સફેદ ક્વાર્ટઝ પથ્થરનો કાળો કારોબાર કરતા વહેપારીઓનું એક વોટ્સઅપ ગ્રુપ પણ બન્યું હોવાનું અને અધિકારી ક્યાંથી નીકળી ક્યાં જઈ રહયા છે તે માટે તાલુકા પ્રમાણેની હદ નક્કી કરવામાં આવી છે ત્યારે શહેરમાં પૂર્વમાં આવેલી સફેદ ક્વાર્ટઝ પથ્થરની લિઝો ફક્ત નામ પૂરતી હોવાનું અને પાસ આપવા માટે ચાલતી હોવાનું અનુમાન છે .દિવસમાં ૨૦ થી ૨૫ ગાડીઓ સફેદ પથ્થર ની ગેરકાયદેસર ખેપ મારે છે તો શું આ કાર્યરત લિઝોનું કોઈ પરીક્ષણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે છે !

કેટલાક કિસ્સામાં જે તે સ્થાનિક ગામડાના ખાનગી નંબરમાં થી સફેદ પથ્થર કાઢવામાં આવે છે પરંતુ તેના માટે પણ કાયદેસરની પરવાનગી લેવામાં આવતી હોય છે પણ આતો ખાણ ખનીજ ના અધિકારીઓના મીઠાં આંખ મીચામણા કહો કે પછી રહેમ નજર કહો અથવા તો પછી તેઓને પોષણક્ષમ ભાવ મળી રહેતો હશે જે હોય તે પણ હાલ અત્યારમાં સફેદ પથ્થરનો કાળો કારોબાર બરાબર જામ્યો છે.સરકારના જ નુમાઈનદા ( કર્મીઓ ) દ્વારા સરકારની જ વસ્તુઓનું જતન કરવાનું કે રખેવાળી કરવાનું છોડી ને સરકારને લાખોના નુક્શાનમાં ઉતારી રહયા છે તો સંબંધિત તંત્ર દ્વારા સફેદ પથ્થરનાં કાળા કારોબારના વેપલાને નાથવા માટે સરકારના અન્ય વિભાગને સાથે રાખી ગેરકાયદેસર ધંધાને અંજામ આપતા આવા તત્વો ને પકડી પાડી તેઓને મોટો આર્થિક દંડ આપવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તો તેઓમાં ફફડાટ પેસે જેને કારણે સરકારનું અને કુદરતનું ભલું થાય નહીં તો પછી \જૈસે થે \ ની સ્થિતિ રહેશે એ જોવું રસપ્રદ થઈ પડશે.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + sixteen =

Back to top button
Close