ગુજરાત

પંચમહાલ:શહેરા ખાતે કોરોના મહામારીના સમયે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દિવ્યાંગ બાળકોને તેમના ઘરે જઈને કીટ વિતરણ કરવામાં આવી

એલીમ્કો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે જાન્યુઆરી 2020 થી શરૂ કરી આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અને કોરોના મહામારીના સમયે બી.આર.સી. કો.ઓર્ડીનેટર શહેરા ડો. કલ્પેશ આર.પરમારના નેતૃત્વમાં શહેરા તાલુકાના સમગ્ર શિક્ષા અભિયાનના સ્પેશિયલ એજ્યુકેટર, IED SS તથા સી.આર.સી.કો.ઓર્ડીનેટર સાથે સંકલન કરી તાલુકાના ૮૧૫ જેટલા દિવ્યાંગ બાળકોને ઘરે ઘરે જઈને કોવિડ-19ના તમામ પ્રકારના માર્ગદર્શન મુજબ સોસિયલ ડિસ્ટન્ટ રાખી, સેનિટાઈઝરનો ઉપયોગ અને માસ્ક રાખી દિવ્યાંગ બાળકો માટેની સ્પેશિયલ કીટોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં HI અને SI -13ની દિવ્યાંગતા ધરાવતા બાળકોને હિયરીંગ એડ સારી ગુણવત્તા વાળું આપવામાં આવ્યું. જેના આધારે તેની શ્રવણ દિવ્યાંગ દૂર કરી શકાય છે. બાળક આ હિયરીંગ એડ વડે સામાન્ય વ્યક્તિ કરતાં પણ ખૂબ સારું સાંભળી શકે છે, LV – 80 બાળકોને બ્રેઈલ કીટ જેમાં દિવસે અભ્યાસ માટેનું અલગ યંત્ર તથા રાત્રીના સમયે અભ્યાસ કરવા માટે બેટરી સાથેનો પ્રકાશ આપે તેવો ઉચ્ચ કક્ષાનો બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો. આ લેન્સની મદદથી દિવ્યાંગ બાળક પુસ્તક કે અન્ય જગ્યાએ લખાયેલા નાના અક્ષરો મોટા અક્ષરો દેખાય છે. તે સહજ રીતે પોતાનો અભ્યાસ કરી શકે છે. TB – 10 બાળકોને બ્રેઈલ કીટ આપવામાં આવી. જેના વડે તે પોતાનો અભ્યાસ આંગળીઓના ટેરવાના સ્પર્શ દ્વારા સામાન્ય બાળકની જેમ શિક્ષણ મેળવી શકે છે. આ સિવાય બ્રેઈલ કેન (મેગ્નેટ વાળી લાકડી) પણ આપવામાં આવી. જેના વડે કોઈ અવરોધ સામે આવે તો તરત જ વાઈબ્રેટ થાય અને દિવ્યાંગ બાળકને સંકેત આપે છે. જે આધારે બાળકને અણધારી આવી પડતી મુશ્કેલી ઓમાંથી બચાવી શકાય છે. MR બાળકોને MR – 375 કીટ આપવામાં આવી. આ કિટના ઉપયોગ વડે બાળકો હાથની કસરત, પગની કસરત, શરીરના વિવિધ ભાગોમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા એક્યુપ્રેશર થાય તેવા વિવિધ રબરના સાધનો, પગની કસરત અને મનને સંતુલિત કરવા પગમાં દોરી સાથે પ્લાસ્ટિકનું બેલેન્સ કરવાનું સાધન, એસ આકારના સાધનમાં દડાને રોકવો પછી વેગ આપવો વગેરે સાધનોથી મનને સંતુલિત અને શાંત બનાવી શકાય તથા તેમાં ઉત્તરોત્તર વધારો કરી શકાય તેવા સારી ક્વોલિટીના સાધનો આપવામાં આવ્યા છે. OH, CP – 30 અને MD – 22 જેવી દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલ ચેર, ટ્રાયસીકલ, ચેર, કેલીપર્સ, એક્ઝિલા સ્કેચ, બગલમાં રાખીને સરળતાથી ચાલી શકાય તે માટે એલ્યુમિનિયમની મજબૂત બગલ ગોડી વગેરે આપવામાં આવ્યા. જેના દ્વારા આ બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. તેઓ પોતાના શૈક્ષણિક સંકુલમા પણ અન્ય વ્યક્તિના સહકાર વગર પોતાનું અપડાઉન સરતાથી કરી શિક્ષણ અને અન્ય જીવન જરૂરિયાત મેળવી શકે છે. આ સિવાય ADL કીટ પણ બાળકોને આપવામાં આવી છે. આ કિટનો ઉપયોગ બાળક ઘરમાં લઈ શકે તેવા વાસણો વાળી કીટ આવે છે. જેનાથી બાળકો પોતાના રોજિંદા જીવનમાં પોતાના કાર્યો પોતાની જાતે કરી શકે છે. સમગ્ર શિક્ષા અભિયાન ટીમ અને બી.આર.સી. કો.ઓર્ડીનેટર શહેરા ડો. કલ્પેશ પરમારનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને આ કોરોના મહામારી સમયે પણ તેમની શારીરિક કસરતો નિયમિત ચાલું રહે અને તેઓ પણ વર્તમાન સમયે શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા માધ્યમથી શિક્ષણ મેળવે તે માટે સમગ્ર ટીમ પ્રતિબદ્ધ છે. સ્પેશિયલ એજ્યુકેટર અને IED SS શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શન અને સહાનુભૂતિ આપવાનું કાર્ય કરે છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડો.કલ્પેશ પરમાર પણ પોતાની શાળા મુલાકાત દરમિયાન દિવ્યાંગ બાળકોની વિશેષ કાળજી રાખવા શિક્ષકો અને વાલીઓ સાથે મુલાકત કરી માર્ગદર્શન દરમિયાન જણાવે છે કે દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ જ રાખવા અને તેમના પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ વિશેષ રાખી કાળજી રાખવા નમ્ર વિનંતી કરે છે. તમામ શહેરા શિક્ષણ પરિવારનો સહકાર પણ આ બાબતે મળતો રહ્યો છે.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =

Back to top button
Close