રાષ્ટ્રીય
પાલઘર: લાખો રૂપિયાના ગુટખા સાથે 2 આરોપીની ધરપકડ

મુંબઇ-અમદાવાદ હાઇવે પર લાખો રૂપિયાના ગુટખા સાથે 2 આરોપીની ધરપકડ
મુંબઇ – અમદાવાદ હાઇવે પર પાલઘરમાં પોલીસે આઠ લાખ રૃપિયાનો ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે માહિતીના આધારે ટેમ્પોને પકડીને તપાસણી કરી હતી.

શાકભાજીની બેગમાં ગુટખા, તંબાકુ મળી આવ્યું હતું. પોલીસે ટેમ્પોના ડ્રાઇવર કિલનરને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.