દેવભૂમિ દ્વારકા
લોકોમાં ઉગ્ર રોષઃ માસ્ક ઝુંબેશ બાદ હવે હેલ્મેટની અમલવારી

ખંભાળિયા: ગુજરાતમાં કોરોના મહામારી અંગે માસ્ક ન પહેરનાર પાસેથી રૃા. ૧૦૦૦ નો આકરો દંડ વસૂલવાની કામગીરી ચાલે છે અને આવા આકરા દંડની નીતિનો પણ ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ તંત્રને ટુ-વ્હીલર ચાલકોનો હેલ્મેટ વગર નીકળે તો દંડ કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.
હાલ કોરોનાના કારણે મોઢા પર માસ્ક પહેરવા સાથે હેલ્મેટ પણ પહેરવાથી વાહનચાલકોને ભારે હાડમારી ભોગવવી પડશે. એક તો અત્યારે કોરોનાના ભયના કારણે લોકો બહાર ઓછા નીકળે છે, જરૃરી કામ વગર નીકળતા નથી, રસ્તાઓ બજારો સુમસામ છે ત્યારે હેલ્મેટના કાયદાના અમલની ઉગ્ર રોષ સાથે ટીકા થઈ રહી છે.