ગુજરાતટ્રેડિંગ

સેવા હિ સંગઠન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન..

Gujarat24news:આજરોજ “સેવા હિ સંગઠન” સત્કાર્ય અન્વયે યુવા મોરચા દ્વારા જોડિયા તાલુકાના જીરાગઢ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ નું સફળ આયોજન થયેલ હતું જેમાં આજરોજ ૭૫ રક્તદાતાઓ એ રક્તદાન કરેલ હતુ અને સાચા રૂપ માં સમાજ સેવા કરેલ હતી આ તકે રક્તદાતાઓ ને શુભકામનાઓ પાઠવવા માટે જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલિપભાઈ ભોજાણી, પૂર્વે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, રકતદાન કેમ્પનાં જિલ્લાનાં ઇન્ચાર્જ ભવદીપ પંડ્યા અને લક્ષ્મણભાઈ ખુંટી, તેમજ હાર્દિકભાઈ લીંબાણી, નાથાભાઈ વારસાખીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાનીયા,જેઠાભાઈ અઘેરા, ઘનશ્યામભાઈ, હિતેશભાઇ ચનીયારા, જીતેન્દ્ર વઘોરા, સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને રકતદાન સફળ બનાવવા માટે રક્તદાતાઓ અને આયોજકો ને અભિનંદન પાઠવ્યા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close