ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવા આદેશ આપ્યો..

રાજસ્થાનના જોધપુરની એક સીબીઆઇ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપની FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. શૌરીની સાથોસાથ ભૂતપૂર્વ સચિવ પ્રદીપ બૈજલ અને બીજા ત્રણ સામે પણ FIR નોંધવાનું સીબીઆઇ કોર્ટે જણાવ્યું હતું.
લક્ષ્મીવિલાસ હોટલ બજાર ભાવથી બહુ ઓછી કિંમતે વેચવાના મામલે કોર્ટે આ આદેશ આપ્યો છે.કોર્ટે કહ્યું કે જે હોટલની કિંમત 250 કરોડથી વધુ હતી તેને 7 કરોડમાં વેચી હતી. અરુણ શૌરી વાજપેયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રી હતા ત્યારે સરકારી કંપનીના સોદાને મંજૂરી આપી હતી.
હૉટલ વેચવાથી સરકારને થયેલા 244 કરોડના નુકસાન બાબતમાં થયેલા ક્લોઝર રિપોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. સીબીઆઇના રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે સોદામાં શકમંદો સામે ભ્રષ્ટાચારનો કોઇ પુરાવો મળ્ય નહોતો. આમ છતાં કોર્ટે ક્લોઝર રિપોર્ટ રજૂ કરવા બાબતમાં સીબીઆઇની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ શર્માએ કહ્યું કે પ્રથમદર્શી એવું લાગ્યું હતું કે પ્રદીપ શૌરી અને પ્રદીપ બૈજલે પોતપોતાના કાર્યાલયોનો દુરુપયોગ કર્યો હતો પરિણામે સરકારને 244 કરોડનું નુકસાન થયું હતું. સીબીઆઇ દેશની એક પ્રતિષ્ઠિત એજન્સી છે. ભ્રષ્ટાચાર થયો હોવાના પ્રથમદર્શી પુરાવા છતાં ક્લોઝર રિપોર્ રજૂ કરીને સીબીઆઇએ ચિંતાજનક કારણ પેદા કર્યું હતું.