રાષ્ટ્રીય

રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવે તો માત્ર હોમ આઈસોલેશન કરાશે


– રેપીડ ટેસ્ટના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાતા સમજણ અપાઈ
– પતરા મારવામાં આવતા નથી, રોજગાર-ધંધા બંધ કરાતા નથી
રેપીડ ટેસ્ટમાં જો પોઝિટિવ આવે તો દુકાનો કે ધંધા-રોજગાર બંધ નથી કરાવતા
આથી જાહેર જનતાને જણાવવાનું કે કોરોનાની સાકળ તોડવા માટે નીતિવિષયક કામગીરીમાં આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટીંગ કામગીરી શરૂ કરવામાં આવેલી છે.
લોકોના હેલ્થની ટીમ ટેસ્ટ માટે પ્રધાન્ય આપી રહી છે જેમાં હાલ ગેરમાન્યતા અને ગેરસમજણના કારણે અમુક વિસ્તારમાં ટીમ જાય છે ત્યારે દુકાનો બંધ કરી દેવામાં આવે છે ધંધા રોજગાર બંધ કરી દે છે પરંતુ ટેસ્ટ કરાવવાથી વહેલું નિદાન વહેલી સારવાર થશે અને ગંભીર પરિણામોથી બચી શકીશુ અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રેપિડ ટેસ્ટમાં જેવો પોઝિટિવ આવે તેમને હોમ આઈસોલેશન માટે કહેવામાં આવે છે અને દવા આપવામાં આવે છે જેથી કરીને તે પોતે ઘરે જ સારવાર લઈ શકે અને બીજાને ચેપ ન લાગે પરંતુ દુકાન બંધ કરવાનું કે ધંધા-રોજગાર બંધ કરવાનું ૧૫ દિવસ કે સાત દિવસએ ગેરસમજણ ઉભી થયેલી છે. રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવે તો પતરા પણ મારવામાં આવતા નથી.
રેપીડ ટેસ્ટ માં જે દુકાન કે વ્યવસાય ઉપર જ પોઝિટિવ આવે ફક્ત તે વ્યક્તિને તે હોમ આઈસોલેશન થવાનું હોય છે તે સ્થળને સેનીટાઇઝર કરી અને ધંધા-રોજગાર ચાલુ રાખવાનો હોય છે તંત્રની કામગીરીમાં લોકો સહકાર આપે અને કોરોનાની સાંકળ તોડવાના આ કામમાં આપણે સૌ નિમિત્ત બનીએ સહયોગી બનીએ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close