તંત્રની ભૂલોના ખાડાના કારણે ગુમાવ્યો એક વ્યક્તિએ જીવ…

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર નજીક ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટાટા કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા બે વ્યક્તિ બાઇક લઈને ઘર પરત ફરી રહ્યા હતા એવામાં બુલેટ પર બેસી દ્વારકા અને ઓખા વચ્ચેના ધોરી માર્ગ પરથી પસાર થતા હતા.
એ દરમિયાન તેઓ અક્ષરા સ્કૂલ પાસે પંહોચ્યાં ત્યાં જ એક ખાડામાં બાઇક આવતા બાઇક સ્લીપ થઈ અને રોડની નીચે બાઈક સહિત પટક્યા હતા. ટાટા કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મીમેન પરાક્રમસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ ઉવ ૪૩ અને તેની સાથે જ નોકરી કરતા બાલક્રિશ્નન નામના વ્યક્તિ બંને તેની બાઇક સહિત નીચે પટક્યા હતા. આ અકસ્માતમાં બાઇક પાછળ ટાટા કંપનીમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મીમેન પરાક્રમસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ ઉવ ૪૩ અને તેની સાથે જ નોકરી કરતા બાલક્રિશ્નન નામના વ્યક્તિ બાઇક સ્લીપ થતાં પાસે આવેલ કૂવામાં પડી ગયા હતા. જયારે પરાક્રમસિંહને પણ હાથ અને વાંસાના ભાગે ઈજાઓ થઈ હતી.

પૃથ્વીરાજસિંહ ગોહિલએ તેમના સાથીની આખી રાત શોધખોળ કરી હતી અને સવાર પડ્યે તેના સાથીનો મૃતદેહ પાસે આવેલ કૂવામાંથી મળ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી બાઈક ચાલક પરાક્રમસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.