ટ્રેડિંગન્યુઝરાષ્ટ્રીય

નવાગામમાંથી વધુ એક હથિયાર પકડાયું, આંકડો અગિયારે પહોચ્યો

ચારેય શખ્સોના કબજામાંથી તમામ હથિયારો અને 19 કારતુસ કબજે કર્યા, મધ્યપ્રદેશ તરફના તાર ખુલ્યા

જામનગર નજીકના લાલપુર તાલુકાના નવાગામમાંથી મેઘપર પોલીસે છેલ્લા એક સપ્તાહમાં કુલ અગ્યાર હથિયાર સાથે ચાર સખ્સોને દબોચી લીધા છે. આ પ્રકરણમાં ભાણવડ પંથકમાં એક શ્રમિક અને મધ્યપ્રદેશના એક સખ્સની સંડોવણી ખુલવા પામી છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાંથી હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈ કાલે મેઘપર પોલીસે વધુ એક હથિયાર પકડી પાડ્યું છે. અઠવાડિયા પૂર્વે એલસીબીએ વિરમ મેરામણ ઓડેદરા નામના સખ્સને એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તુશ સાથે પકડી પાડયો હતો. દરમિયાન મેઘપર પોલીસની તપાસમાં આ ગામમાં હથીયારોનો ઝખીરો મળી આવ્યો હતો. બે દિવસ પૂર્વે મેઘપર પોલીસે નવાગામની ઉગમણી સીમમાં ડેરાછીકારી તરફ જતા કાચા રસ્તે બેઠા પુલ પાસેથી સુરેશ સુઘાભાઇ ગોરાણીયા નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી પોલીસે રૂપિયા 60 હજારની કિંમતની ત્રણ પિસ્તોલ અને બે જીવંત કાર્તુશ કબજે કર્યા હતા. આ હથિયાર પકડાયાના ચાર દિવસ પૂર્વે એલસીબીએ હથિયાર સાથે પકડી પાડેલ વિરમભાઇ મેરામણભાઇ મોઢવાડીયા પાસેથી ખરીદ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે.

એલસીબીએ વિરમને રૂપિયા દશ હજારના એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તીશ સાથે પકડી પાડયા બાદ મેઘપર પોલીસે રાજેશ ઉર્ફે રાજુ ગીગા મોઢવાડિયા, નીલેશ ઉર્ફે પોપટ લખમણ મોધાવાડીયા, સુરેશ ગોરાણીયાને પકડી પાડ્યા હતા. જેમાં રાજુની પૂછપરછ દરમિયાન તેના ઘરમાંથી વધુ એક પિસ્તોલ મળી આવી છે. જેને લઈને પાંચ દિવસમાં સાતમું હથિયાર પકડાયું હતું. પોલીસે તમામની પાસેથી હથિયાર કબજે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ તમામ હથિયારો ઉતર પ્રદેશથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મેઘપર પોલીસે વિરામને પકડી પાડી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.રિમાન્ડ દરમિયાન આ સખ્સે વધુ કબુલાત કરતા મેઘપર પોલીસ આરોપીને સાથે રાખે તેની વાડીએ પહોચી હતી. જ્યાં વિરમે ખાતરના ઢગલામાં સંતાડેલા ત્રણ હથિયાર કાઢી આપ્યા હતા. જેમાં એક રીવોલ્વર અને બે પિસ્તોલનો સમાવેશ થાય છે. પોલીસને હજુ પણ વધારે હથિયારો મળી આવવાની આશા છે જેને લઈને વધુ પૂછપરછ શરુ કરવામાં આવી છે. જે તપાસ દરમિયાન પોલીસે સાત દિવસમાં જ અગીયાર હથિયાર અને 19 કાર્ટીસ કબજે કર્યા છે. વિરમના રીમાન્ડ પુર્ણ થતા તેને જેલ હવાલે કરાયો છે.

જયારે નિલેશ ઉર્ફે પોપટના રીમાન્ડ દરમિયાન પોલીસે તેના કબજામાંથી વધુ એક દેશી પિસ્ટલ કબજે કરી હતી.પોલીસ પુછપરછ દરમિયાન હથિયાર પ્રકરણમાં ભાણવડના વધુ એક ઉપરાંત મધ્યપ્રદેશના વતની ખેતમજુર શેરસીંગ ઉર્ફે શેરો હૈદરીયાની સંડોવણી ખુલી છે. જે ત્રણેયની પોલીસે શોધખોળ હાથ ધરી છે.આ કાર્યવાહી મેઘપર પીએસઆઈ ડીએસ વાઢેર, એએસઆઈ માંડણ વસરા, ધાના મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, સલીમ મલેક, ખીમાભાઈ જોગલ, વીરેન્દ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ ચોહાણ સહિતનાઓએ પાર પાડી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 4 =

Back to top button
Close