વડોદરા

વડોદરા SSG હોસ્પિટલમાં વધુ એક વિવાદ.

દર્દીને દાખલ કરતા જ 4 કલાકમાં મોત

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હોસ્પિટલ તેમને સારવારને લઇને અનેક વિવાદ પણ સામે આવતા રહે છે. જ્યારે વડોદરા શહેર ના SSG હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમા દર્દીને દાખલ કર્યાના 4 કલાક બાદ જ મોત થઇ ગયું. જોકે, આ સમગ્રે મામલે પરિવારના લોકોનું કહેવું છે કે દર્દી નો રિપોર્ટ નેગેટિવ હોવા છતા તેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પરિવારના લોકો અનુસાર દર્દીને 4 વાગ્યે દાખલ કરવામા આવ્યો હતો અને 8 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. તે સિવાય દર્દી નો રિપોર્ટ કોરોના નેગેટિવ હોવા છતાં તેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બધા મામલે પરિવારે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે દર્દીનું મોત થયુ છતાં પણ તેમને કોઇ ને જાણ કરવામાં આવી ન હતી. મૃતકના અંગો પણ કાઢી લેવાના આક્ષેપ પરિવારના લોકો દ્રારા કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ખરેખર હોસ્પિટલની કોઇ ખામી છે? શું આ અંગે તપાસ કરવામાં આવશે?

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 5 =

Back to top button
Close