ગુજરાત

ઉમરેઠ નગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એક વખત હોબાળો..

લોકશાહી વ્યવસ્થાનું હનન કરાઈ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ 

  • ચરોતરગેસની પાઇપ લાઈન, જુના બીલો મંજુર કરવા બાબત તેમજ ઉમરેઠ નગરપાલિકાના સ્થળાંતર બાબતે ચડસાચડસી

ઉમરેઠ નગરપાલિકમાં આજે યોજાયેલ સામાન્યસભામાં ફરી એકવાર હોબાળો મચી ગયો હતો,તેમાંય ઉમરેઠ નગરપાલિકાના સ્થળાંતરના મુદ્દે શાશક ભાજપ સભ્યો તેમજ એક અપક્ષ સભ્ય ”તટસ્થ” રહેતા, ભાજપને બેકફૂટ ઉપર આવી જવું પડ્યું હતું ,તો જૂની બોડીના 3 કરોડ રૂપિયાના કામો વંચાણે લીધા વગર બહાલી આપી દેવાના મામલે વિરોધપક્ષ આજે આક્રમક મૂડમાં આવી ગયો હતો, તેમજ સત્તાધારી પક્ષ મનમાની કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે પાલિકાના સભાખંડમાં જ વિરોધપક્ષના તમામ સભ્યો અનશન ઉપર બેસી ગયા હતા. જોકે સમજાવટ બાદ તેમને અનશન આટોપી લીધુ હતુ પરંતુ વિવિધ મુદ્દા અંગે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી.

This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this

ઉમરેઠ નગરપાલિકાના સત્તાના સૂત્રો સંભાળ્યા બાદની આજની બીજી સામાન્યસભા માં 6 મુદ્દાના કામો મુકવામાં આવ્યા હતા, જેમાં ઉમરેઠ નગરપાલિકા બિલ્ડિંગની તમામ ઓફિસો તથા દફ્તરો ઉમરેઠ નગરપાલિકા ટાઉનહોલ ખાતે સીફ્ટ કરવાનો મુદ્દો હતો, જેનો વિરોધપક્ષે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો જેમાં ભાજપના ચાર સભ્યે ”તટસ્થ” રહી વિરોધપક્ષના સભ્યો સાથે છૂપો સૂર પુરાવતા સત્તાધારી ભાજપ બેકફૂટ ઉપર આવી ગયો હતો તેમજ જુના બિલોને બહાલી આપવાના કામમાં ભ્રસ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ થઇ રહયાનું તેમજ આ બાબતથી વિરોધ પક્ષને અજાણ રાખવામાં આવી રહ્યાનો આક્ષેપ એનસીપી.તેમજ કોંગ્રેસના સભ્યોએ કર્યો હતો, તેમજ મિનિટ્સ બુકમાં નોંધ નહીં પાડવાના જોહુકમી સામે વિરોધપક્ષના સભ્યો પાલિકાના સભાખંડમાં જ એક દિવસના અનશન ઉપર બેસી ગયા હતા.

આ પણ વાંચો..

આ જિલ્લામાં પ્રેમીપંખીડા એ ઝંપલાવીને કરી આત્મહત્યા..

ઉમરેઠ નગરમાં ચરોતર ગેસ દ્વારા પાઈપલાઈન નાખવાના કામે કેટલીક વિસંગતતા હોવાનું જણાવી આ મામલે નીતિનિયમ મુજબ કામ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે તેમ જણાવી ”હજુ સુધી ચરોતર ગેસ દ્વારા ઉમરેઠ નગરપાલિકામાં નિયત રકમની ડિપોઝીટ ભરવામાં આવી નથી ” તેમકહી  વિરોધપક્ષના નેતા લવ દોશીએ સત્તાધીશો સામે સીધો આક્ષેપ કર્યો હતો તેમજ નગરના રસ્તાઓ ઉપર ના ખોદકામ તેમજ પાણી-ગટર ની પાઇપ લાઈનને નુકશાન થાય તો ભરપાઈ કોણ કરશે તે અંગેની ચોખવટ માંગી હતી 

  • ઉમરેઠ નગરના વિસ્તારોમાં કોના કહેવાથી ચરોતર ગેસ દ્વારા ખોદકામ શરુ કરી દેવાયું > -લવ દોશી વીપક્ષ નેતા 

કુંજન પાટણવાડિયા ઉમરેઠ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =

Back to top button
Close