
નવરાત્રીના હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. અને દરેક લોકો નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ દરવષૅ જેવો આ વર્ષે ઉત્સાહ અને ઉમંગ જોવા નથી મળી રહ્યો. કોરોના ને કારણે નવરાત્રી તો નહિ થાય પરંતુ ઘરમાં ગરબા રમશે તે જ પાક્કો ગુજરાતી!
એવામાં જ ગુજરાતના જાણીતાં સિંગર સાંત્વની ત્રિવેદી આ નવરાત્રી પર પોતાના ત્રણ આલ્બમ સોન્ગ લઈને આવી રહ્યાં છે. અને એકથી એક ચડિયાતા ગીતો છે. અને આ ત્રણ ગીતોમાં સાંત્વની ત્રણ અલગ અલગ સિંગર સાથે જોવા મળશે. આ ત્રણેય સિંગર સાથે મળીને સાંત્વની ત્રણ પોતાના આલ્બમ બનાવ્યા અને જે હવે ટૂંક સમયમાં રિલીઝ થશે.
આ વખતે દરેક ગુજરાતી સિંગરો પોત પોતાના નવા આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સિંગર કીર્તિ સાગઠિયા અને સાંત્વની ત્રિવેદી પણ પોતાનું એક આલ્બમ સોન્ગ “છોગાળો રાસ” લઈને આવી રહ્યાં છે. આ ગીતમાં થીમ એવી છે કે જો તમે ગીતમાં ફીચર થવા ઇચ્છતા હોવ તો તમે તમારા ઘરે જ ગરબા રમી વિડીયો રેકોર્ડ મોકલવો અને ત્યારબાદ તેમને ફીચર કરવામાં આવશે.
આ ઉપરાંત એક બીજું ગીત બોલીવુડના પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર અને સાંત્વની ત્રિવેદી નવરાત્રી માટે લઇ ને આવે છે. જે ગીત “ઝંખે રમવા રાસ” છે. જે ગીત નવરાત્રી પર આવી રહ્યું છે.
સાંત્વની ત્રિવેદીનું ત્રીજું ગીત “રાસ રમવા ને શ્યામ જો આવે” તે નવરાત્રી પહેલા રિલીઝ કરવામાં આવશે. આ ગીતમાં સાંત્વની સાથે કેલ્વિન મહેતા પણ જોવા મળશે.