
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉચ્ચ-સ્તરની કમિટી, 23 જાન્યુઆરી 2021 થી શરૂ થતાં એક વર્ષના સ્મરણ પ્રસંગ માટે બનાવવામાં આવેલી પ્રવૃત્તિઓ નક્કી કરશે. સંસ્કૃતિ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
