
17મી સપ્ટેમ્બરના રોજ એટ્લે કે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ છે ત્યારે તેમના આ જન્મદિવસના ભાગરૂપે બુધવારે રાત્રિના 12ના ટકોરે સુરત ખાતે વિશાળ 71 ફૂટ લાંબી કેક કટિંગ કરવામાં આવી હતી.

સુરતની ખાનગી બેકરી દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી છે. કેક કટિંગ આ બાદ કેક અંધજન શાળામાં બાળકો,અનાથ આશ્રમ સહિતની સંસ્થાઓમાં પોહચાડવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશ કરશે. તેથી અમે 711 કોરોના વોરિયર્સને કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કર્યો છે.

ગત વર્ષ 2019માં કેક અગેન્સ્ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિગ્રાની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

ગત વર્ષ 2019માં કેક અગેન્સ્ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિગ્રાની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
તો બીજી બાજુ સુરતમાં જ સુરત શહેરમાં 11 દિવસમાં 70 હજાર વૃક્ષ વાવાનું નક્કી કરી આ કાર્ય શરૂ કરાયું હતું અને તેમના જન્મ દિવસની આગલે દિવસે જ આ લક્ષ્ય 70 હજાર પાર કરી જતા સુરતીલાલાઓએ આંનદની લાગણી અનુભવી હતી.
સુરતના લોકો દ્વારા ખાસ ગિફ્ટ આપવા માટે સુરતના ડેપ્યુટી મેયર સાથે અનેક લોકોએ સંકલ્પ લઈ શહેરમાં 70 હાજર વૃક્ષ વાવનું નક્કી કર્યું છે. આ કાર્યની શરૂઆત 11 દિવસ પહેલા કરી હતી.