રાષ્ટ્રીય
23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરશે વડાપ્રધાન મોદી

કોરોનાની બગડતી પરિસ્થિતિ વિષય પર થશે ચર્ચા
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા જ્યાં 53 લાખના આંકડાને પાર કરી ગઈ છે. બીજી તરફ કોરોના મહામારીથી થનારા મોતનો આંકડો પણ 85 હજારને પાર થઈ ગયો છે.
આ દરમિયાન કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 23 સપ્ટેમ્બરે બેઠક યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની બગડતી સ્થિતિને લઈ ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. આ પહેલા પણ વડાપ્રધાન મોદી મહામારીની સ્થિતિ અંગે ચર્ચા માટે મુખ્યમંત્રીઓની સાથે અનેકવાર બેઠક કરી ચૂક્યા છે.