ગુજરાતટ્રેડિંગ

એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીની બહાર શર્ટ કાઢી ભીખ માંગી અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો…

હાલની કોરોના મહામારીને લઈને અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે ત્યારે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજાે અને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ટ્યુશન ફી અને પરીક્ષા ફી સિવાયની તમામ પ્રકારની ફી એક વર્ષ માટે માફ કરવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીની બહાર શર્ટ કાઢી ભીખ માંગી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ત્યારબાદ આ અંગે કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઈના જીલ્લા પ્રમુખ રાહીલ મીર, ખેડા જીલ્લાના કાર્યકારી પ્રમુખ કલ્પેશસિંહ ઝાલા અને યુવરાજસિંહ પરમાર સહિત કાર્યકરોએ આજે સરદાર પટેલ યુનિવર્સિટી સામે શર્ટ કાઢી ભીખ માંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં કોવીડ-૧૯ નાકારણે ખુબ જ કપરી અને ગંભીર પરિસ્થિતિમાં લોકોનું જનજીવન ચાલી રહ્યું છે ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ખેડા તથા આણંદ જીલ્લાની કોલેજાે તથા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં ખેડુતોપુત્રો, મજુર પુત્રો અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન રોજગારો, નોકરીઓ અને ખેતી તબાહ થઈ જતા આવી કપરી પરિસ્થિતિમાં ખેડુત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબ જ મુશ્કેલીમાં જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.

ત્યારે કોલેજાે અને ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ટ્યુશન ફી અને પરીક્ષા ફી લેવી જાેઈએ. જ્યારે બાકીની જીમખાના ફી, યુનિવર્સિટી ડેવલોપમેન્ટ ફી, લેબોરેટરી ફી, લાયબ્રેરી ફી, એનરોલમેન્ટ ફી, ઈન્ટરનેટ કોમ્પ્યુટર ફી, કેમ્પસ ફી, આઈડી કાર્ડ ફી, પ્રેક્ટીકલ જનરલ ફી, મહિલા સેલ ડેવલોપમેન્ટ ફી, એન્ડ્રોઈડ એફ ફી, સોસાયટી ડેવલોપમેન્ટ ફી, કોમર્શિયલ એડેડ ફી, વેલ્યુએડેડ કોર્ષ ફી, બ્રેકેઝ ચાર્જ ફી જેવા હેડ સાથે જે ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે.

તે ફી એક વર્ષ માટે માફ કરવા અને કપરા સમયમાં વિદ્યાર્થી અને તેના પરિવારને મદદરુપ બનવા માંગ કરી છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ પ્રકારની ફી વિદ્યાર્થીઓ છેલ્લા સાત માસથી વાપરી રહ્યા નથી તેમજ ઓનલાઈન શિક્ષણના કારણે વાલીઓને મોંઘા ફોન, લેપટોપ, કોમ્પ્યુટર જેવો ખર્ચ થયો છે. ત્યારે આ કોરોના મહામારીમાં હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું ભારે કપરુ બન્યું છે ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓને મદદરુપ થવા ફી માફ કરવા અપીલ કરી હતી. આ ઘટનાને લઈ પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 1 =

Back to top button
Close