હવે તમારો પાસવર્ડ થશે વધારે સુરક્ષિત, ગૂગલ ક્રોમમાં આવ્યું નવું ફીચર

ગૂગલ ક્રોમ Android અને iOS માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ઉપકરણ સાથે, તમારો પાસવર્ડ સલામત રહેશે. એટલે ગૂગલ પાસવર્ડ સુવિધા અપડેટ કરવામાં આવી છે. જો તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર પાસવર્ડ સેવ કર્યો છે અને તેની સાથે ચેડા કરવામાં આવે તો બ્રાઉઝર તમને તાત્કાલીક આ અંગે એલર્ટ કરશે. આવુ થવાથી સ્વાભાવિક છે કે તમે તમારો પાસવર્ડ તમે બદલશો.
ક્રોમ તમારા યૂઝર્સ નામ અને પાસવર્ડની એક કોપીને સ્પેશિયલ એન્ક્રિપ્શન ફોર્મમાં ગૂગલ પર મોકલશે. આ ગૂગલ પછી તમારું યુઝરનેમ અને પાસવર્ડ ચેક કરશે કે ક્યાંક તમારા પાસવર્ડ સાથે કોઇ ચેડા તો નથી થયાને.

ગૂગલે ક્રોમ 86માં અન્ય સુરક્ષા સુવિધાઓ પણ રજૂ કરી છે. આ યુઝરને Android પર સેફ બ્રાઉઝિંગની સુવિધા આપશે. ઉપરાંત, ક્રોમ બ્રાઉઝરના નવા ફીચર યૂઝર્સને ફિશિંગ, માલવેર અને ખતરનાક સાઇટથી સુરક્ષા આપશે. આ માટે, રીઅલ ટાઇમ ડેટા ગૂગલ સેફ બ્રાઉઝિંગ સર્વિસ સાથે શેર કરવામાં આવે છે.