ગુજરાત
હવે કોલેજના વિદ્યાર્થીઓને પણ 25% ફી માફી આપવા તખ્તો તૈયાર: કાલે FRC ની બેઠક

રાજય સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફીમાં 25 ટકાની ફીમાં રાહત અપાયા બાદ હવે ટેકનીકલ કોલેજોના વિદ્યાર્થીઓને પણ 25 ટકા ફી માફી આપવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.ટુંક સમય ટેકનીકલ કોલેજોના વિદ્યાર્થીઓને પણ 25 ટકા ફી માફીનો લાભ સરકાર દ્વારા આપવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ટેકનીકલ કોલેજોની ફીના મામલે સરકાર દ્વારા અગાઉ ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેને પણ પોતાનો રિપોર્ટ ફીના મામલે સરકારને આપી દીધાનું જાણવા મળ્યું છે.