હવે કારમાં 4 વ્યક્તિને સાથે પ્રવાસ કરવાની છૂટ

ડ્રાઈવર સહિત માત્ર 3 જ જઈ શકે તે લોકોને બીનજરૂરી જણાયેલા નિયમમાં અંતે અનલોક-૫માં ફેરફાર કરીને છૂટછાટ વધારાઈ છે. હવે ભાડાની કે ખાનગી મોટરકારમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ એટલે કે કૂલ ૪ વ્યક્તિ મુસાફરી કરી શકશે. જો કે ઓટોરિક્ષામાં હજુ બે મુસાફરોનો નિયમ જારી રખાયો છે.
આજે પોલીસ કમિશનરે જાહેર અને ખાનગી પરિવહન અંગે જાહેર કરેલા નિયમો અનુસાર:
(૧) પરિવાર સાથે ખાનગી વાહનમાં ડ્રાઈવર સહિત ૪ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. તેમાં દરેકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
(૨) ટુ વ્હીલરમાં ૨ વ્યક્તિઓને માસ્ક પહેરીને મુસાફરીની છૂટ અપાઈ છે.
(૩) ટેક્સી/કેબ્ઝ વગેરેમાં પણ ડ્રાઈવર મહત્તમ ૩ મુસાફરોને હવે બેસાડી શકશે.
(૪) ઓટોરિક્ષામાં ડ્રાઈવર માત્ર બે મુસાફરોને બેસાડી શકશે અને તમામે માસ્ક પહેરવું ફરજીયાત.
અનલોક-પમાં પણ રિક્ષામાં નિયત સંખ્યા મૂજબ ૩ નહીં પરંતુ, ૨ મુસાફરોની છૂટ અપાયેલી છે. જેથી અનેક રિક્ષાચાલકોએ નાછૂટકે ભાડુ વધાર્યું છે. જ્યારે ખાનગી બસોને હવે 50ટકાને બદલે 75ટકા ની ક્ષમતાથી ચાલી શકે છે ત્યારે એસ.ટી. સાથેની હરીફાઈમાં હવે ખાનગી બસોના ધંધાર્થીઓને ટકી રહેવું સરળ બને તેવી શક્યતા છે.