તલાટીને એફિડેવિટની સત્તા આપવાના નિર્ણય સામે…

તલાટીને એફિડેવિટની સત્તા આપવાના નિર્ણય સામે નોટરીઓ વિરોધ નોંધાવશે
તલાટી-કમ મંત્રીને 22 સેવાઓ માટે એફિડેવિટ કરવાની છૂટ, ગુજરાત સરકારે માત્ર રૂ.20 ની ફી લઈને એફિડેવિટ કરી આપવાની ગોઠવણ કરી છે. નોટરી ઉપરાંત કોર્ટના અધિકારીઓ, એક્સિક્યુટિવ મામલતદાર, ચેરિટિ કમિશનરે નિયુક્ત કરેલા સુપરિન્ટેન્ડન્ટની કક્ષાના અધિકારીઓ આ કામગીરી કરે છે.
એક કરોડની મુદતી લોન કે વર્કિંગ કેપિટલની લિમિટમાં કરાયેલા વધારાને રકમ પરના વ્યાજમાં બે ટકા માફી મળશે,તલાટી કમ મંત્રીને 22 જેટલી સેવાઓ માટે ગામડાંની જનતાને એફિડેવિટ કરવાની સત્તા આપવાના ગુજરાત સરકારના નિર્ણયને પરિણામે ગુજરાતના તમામ નોટરીઓના કામકાજ છીનવાઈ જવાની શક્યતા વધી જતાં તેમણે આ બાબતનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

નોટરી તરીકેનું કામકાજ કરવા માટેનો કોર્સ પણ કરેલો હોતો નથી. સીધું જ તેમણે આ કામ કરવાનું છે. નવા ભરતી થયેલા લોકો પણ આ કામ કરતાં થઈ જશે.ભારતમાં 40,000થી વધુ અને ગુજરાતમાં 4000થી વધુ નોટરીઓ સક્રિય છે. નોટરી દ્વારા રૂા. 50નો સ્ટેમ્પ અને રૂા. 50ની નોટરાઈઝેશન માટેની ટિકીટ વાપરવામાં આવતી હતી તેથી સરકારને તેના થકી વર્ષે દહાડે કરોડોની આવક પમ થતી હતી.
આ આવક થશે કે નહિ તે નિશ્ચિત જણાતું નથી. બીજું, સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ઑફિસમાં પૂરતા કલાક ન આપી શકે તો ગામડાંના લોકોના કામકાજ ન થાય તેવી શક્યતા રહેલી છે.