મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી નોન-એસી કોચ હટાવી દેવાશે: ભારતીય રેલવે

હવે માત્ર એસી કોચમાં જ પ્રવાસ થશે
પ્રવાસીઓને ઝડપથી તેમના સ્થાને પહોંચાડવા રેલવે હવે પ્રતિ કલાક 130 કિ.મી. થી 160 કિ.મી. ની ઝડપે ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેનમાં નોન એસી કોચ એટલે કે સ્લીપર અને જનરલ કોચ નહીં હોય. હકીકતમાં મેલ એક્સપ્રેસ ટ્રેન 130 કિ.મી.થી વધુની ઝડપે ચાલે ત્યારે નોન એસી કોચમાં ટેકનિકલ સમસ્યા ઊભી થાય છે.
આવી ટ્રેનોની ટિકિટોના ભાવ સૌને પોષાય તેવા હશે એ વાત પર ભાર મૂકતા રેલવે મંત્રાલયના પ્રવકતા એ કહ્યું હતું કે લોકો એમ ના માને કે તમામ નોન-એસી ટ્રેનોને એસીમં ફેરવી દેવામાં આવશે.
હાલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોની ગતી 110 પ્રતિ કલાક છે. રાજઘાની,શતાબ્દી અને દુરંતો જેવા પ્રીમિયન ટ્રેનો પ્રતિ કલાક 130 કી.મી. ની ઝડપે ચલાવવાની મંજૂરી અપાઇ છે.

આવી ટ્રેનોના કોચ કલાકની 130 કિ.મી. ની ગતી એ પણ આરામ મહેસુસ કરાવે એવા બનાવવામાં આવ્યા છે. ‘જ્યાં-જ્યાં પણ ટ્રનની ગતી કલાકની 130 કિ.મી. હોય છે ત્યાં એસી કોચ એક ટેકનીકલ મજબુરી બની ગઇ છે’ એમ તેમણે કહ્યું હતું.
ગોલ્ડન ક્વાડ્રીલેટરલ અને ડાયગોનલસ ટ્રેક્ને કલાકની 130 થી 160 કિ.મી. ની ગતીએ ટ્રેન ચાલી શકે એવા અપગ્રેડ કરાઇ રહ્યા છે. જે ટ્રેન કલાકની 130-160 કિ.મી. ની ગતીએ ચાલશે માત્ર તેમાં જ એસી ફિટ કરાશે અને નોન એસી સ્લીપર કોચ બદલી દેવામાં આવશે.