EMIમાં કોઇ રાહત નહીં: રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો

રિઝર્વ બેંકે EMIમાં કોઇ રાહત નહીં મળે એવી સ્પષ્ટતા કરી હતી.
ચાલુ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં GDP ગ્રોથ પોઝિટિવ થવાની આશા પણ વ્યક્ત કરાઇ હતી. રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે કહ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં ગ્રોથ નજરે પડી રહ્યો હતો. હવે કોરોનાને રોકવાની સાથે રિવાઇવલ પર ફોકસ મૂકવામાં આવ્યું હતું.
રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્ય નહોતો. રેપો રેટ 4 ટકા પર જ હતો. રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયા નહોતા. આ પહેલાં ઑગષ્ટમાં મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં પણ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નહોતો.
એ પહેલાંની બે બેઠકોમાં એમપીસીએ રેપો રેટમાં 21.15 ટકાનો કાપ જાહેર કર્યો હતો. હાલ રેપો રેટ ચાર ટકા છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.
હવે ત્રણ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓની નિમણૂક થઇ ચૂકી હતી. એ ત્રણનાં નામ આ પ્રમાણે હતા જયંત આર વર્મા, અશિમા ગોયલ અને શશાંક ભીડે. ચેતન ઘાટે, પામી દુઆ અને રવીન્દ્ર ધોળકિયાની મુદત સપ્ટેંબરમાં પૂરી થતાં આ ત્રણ નવા સભ્યોની નિમણૂક કરાઇ હતી.