યુધ્ધ લડવાનો કોઇ ઇરાદો નથીઃ શી જિનપિંગ

- વિશ્વએ સભ્યતાઓની લડાઈમાં ન ફસાવવું જોઈએ
- મોટા દેશોએ મોટા દેશની જેમ જ કામ કરવું જોઈએ
ભારત સહિત વિશ્વના અનેક ભાગમાં વિવાદોમાં સપડાયેલ ચીન હવે વિવાદોને વાતચીત દ્વારા સમાધાન શોધવાના રસ્તા શોધી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં એક મોટું નિવેદન આપ્યું છે. જિનપિંગે સ્પષ્ટ કહ્યું છે કે, તેમનું યુદ્ઘ લડવાનો કોઈ ઇરાદો નથી. આ પહેલા ભારત અને ચીનની વચ્ચે વાતચીતમાં પણ સૈનિકો ન મોકલવા પર સહમતિ બની છે.
જિનપિંગે કહ્યું કે, ‘વિશ્વએ સભ્યતાઓની લડાઈમાં ન ફસાવવું જોઈએ. મોટા દેશોએ મોટા દેશની જેમ જ કામ કરવું જોઈએ. ઙ્ખશની આ ટિપ્પણી અમિરાકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ મહામારી માટે ચીનની જવાબદારી નક્કી કરવાની માગ કર્યા બાદ આવી છે.
ભારતના પીએમ નરેન્દ્રભાઇ મોદીએ ૪ મિનિટનો વીડિોય સંદેશમાં સંયુકત રાષ્ટ્રને અરીસો બતાવતા કહ્યું કે, આ વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના પર વિચાર કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું, ‘અમે વ્યાપક સુધારા વગર જૂના માળખાની સાથે આજે પડકારોનો સામનો ન કરી શકાય. સંયુકત રાષ્ટ્ર વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે.
મોદીએ કહ્યું, ‘આજના પરસ્પર સંબંધ દુનિયા માટે, એક સારા બહુપક્ષવાદની જરૂરત છે જે આજની વાસ્તવિકતાઓને દર્શાવે, તમામ હિતધારકોને અવાજ આપે, સમકાલીન પડકારોનો સામનો કરે અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે.
૧૯૩ સભ્યોવાળા સંયુકત રાષ્ટ્ર માટે સૌથી મોટું યાયોજન હોય છે મહાસભા, જયાં વિશ્વના તમામ મોટા નેતા ભેગા થાય છે. કોરોનાકાલમાં આ વખતે નેતાઓના રેકોર્ડેડ ભાષણ થઈ રહ્યા છે. આ અવસર પર વિશ્વના અનેક દેશોએ અમેરિકા અને ચીનના તણાવ પર ચિતા વ્યકત કરી. સંયુકત રાષ્ટ્રએ આ વર્ષે જૂનમાં જ પોતાની ૭૫જ્રાક વર્ષગાંઠની કોરોનાને કારણે મોટા પાયે ઉજવણી ન કરી.