આજે અમદાવાદમાં ક્યાંય પણ સફાઇ નહીં થાય,

આજે સમગ્ર અમદાવાદમાં ક્યાંય પણ સફાઈ કામ નહીં થાય.AMC નાં સફાઈકર્મીઓ આજે એક દિવસની હડતાળ પર ઉતર્યાં છે.
હાથરસમાં દલિત યુવતી પર થયેલ ગેંગરેપ અને હત્યાના વિરોધમાં મંગળવારે આજે સમગ્ર અમદાવાદનાં સફાઇ કર્મચારીઓ દ્વારા સામુહિક હડતાળની જાહેરાત કરાઇ છે. આ ઘટનાના વિરોધમાં 20 હજારથી વધારે સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યાં છે.

કોરોના છે પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે. આમ, સમગ્ર અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી કે સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી અળગાં રહ્યાં છે.દલિત સમાજની વાલ્મિકી દિકરી પર સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યા બાદ કરાયેલી હત્યાનાં પગલે દેશભરમાં કામદારોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ પરિવારને મળવા ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે બીજા દિવસે તેમને મળવા દેવાયા હતા. આમ ચોતરફ આ કેસને લઇને પરિસ્થિતિ કથળતી જાય છે. ત્યારે હાથરસ રેપ કાંડનો પડઘો છેક ગુજરાત સુધી પડ્યો છે.