આંતરરાષ્ટ્રીયવેપાર

5G સાથેની નવી iPhone 12 સિરીઝ લોન્ચ થઈ, iPhone 12 અને iPhone 12 Mini, જાણો કિંમત અને ખાસિયત

એપલની ‘હાઈ સ્પીડ ઇવેન્ટ’ કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલ હેડક્વાર્ટરમાં શરૂ થઈ ગઈ છે. ઇવેન્ટમાં કંપનીએ આઈફોન 12 સિરીઝને લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો કે, આઈફોન 12 મિની દુનિયાનો સૌથી પાતળો અને વજનમાં હલકો 5G સ્માર્ટફોન છે. ઇવેન્ટમાં સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ ઇવેન્ટની શરૂઆત એકવાર ફરી કંપનીના સીઈઓ ટીમ કુકે કરી હતી. 

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ એપલની ‘હાઇ, સ્પીડ’ ઇવેન્ટ સંપન્ન થઈ ચૂકી છે. આ ઇવેન્ટમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી એ આઇફોન 12 વિથ 5G કનેક્ટિવિટી પણ રિલીઝ થઈ ગયો છે.

ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડાદસ વાગ્યે શરૂ થયેલી આ ઇવેન્ટની આગેવાની એપલના CEO ટિમ કૂકે લીધી હતી. એમાં આઇફોન 12ની આખી રેન્જ અને સ્માર્ટ બ્લુટૂથ સ્પીકર ‘હોમપોડ મિની’ પણ લૉન્ચ કરવામાં આવ્યાં હતાં.

હોમ પોડ મિની લોન્ચ
આ સ્પીકર Intelligent assistant ફીચરથી લેસ છે. 
ઇવેન્ટની શરૂઆત હોમ પોડ મિની સ્પીકર લોન્ચ કરવાની સાથે થઈ હતી. આ એક સ્માર્ટ સ્પીકર છે જે આઈફોન સાથે કનેક્ટ થાય છે. એટલે કે તમે પોતાના આઈફોનને આ સ્પીકરની મદદથી ઓપરેટ કરી શકો છો. તેમાં ટચ કંટ્રોલ છે. સ્પીકરની સાઉન્ડ ક્વોલિટી સારી રહે તે માટે તેમાં 4 રેન્જ ડાયનામિક ડ્રાઇવર્સ, 360 સાઉન્ડ અને એપલ એસ5 ચિપ આપવામાં આવી છે. 

આ સ્પીકર Intelligent assistant ફીચરથી લેસ છે. સ્પીકર કંપનીના આસિસ્ટન્સ સિસ્ટમ સિરી પર કામ કરે છે. તે ઘરના દરેક સભ્યોના અવાજની ઓળખ કરવામાં સક્ષમ છે. આ સ્પીકરનો ઉપયોગ સ્માર્ટ હોમ તરીકે કરી શકાય છે. કંપનીએ તેને વ્હાઇટ અને ગ્રે બે કલર વેરિયન્સમાં લોન્ચ કર્યો છે. કિંમતઃ 99 ડોલર (આશરે 7200 રૂપિયા)
પ્રી ઓર્ડર 6 નવેમ્બર, ડિલિવરી 16 નવેમ્બરથી શરૂ

આઇફોન 12 5G લૉન્ચ

એપલ કંપનીએ પોતાનો બ્રાન્ડ ન્યૂ આઈફોન 12 લૉન્ચ કરી દીધો છે. કટિંગ ઍજ 5G ટેક્નોલોજીથી સજ્જ આ આઈફોનમાં એલ્યુમિનિયમના ફ્લેટ ઍજ આપવામાં આવ્યા છે. આ નવો આઈફોન અગાઉના આઈફોન 11 કરતાં 11% પાતળો, 15% નાનો અને 16% હળવો છે. એને બ્લેક, વ્હાઇટ, બ્લુ, રેડ અને ગ્રીન એમ પાંચ કલર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

આ ફોનમાં XDR OLED રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. એની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. એની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5G કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની iOS ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઈઝ કરી છે.

iPhone 12 Mini લોન્ચ
5.4 ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે iPhone 12 Mini લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં  iPhone 12 જેવા ફીચર્સ અને પ્રોસેસર હશે. તેમાં પણ 5જી આપવામાં આવ્યું છે. માત્ર સ્ક્રીન સાઇઝ ઓછી છે. બીજા ફીચર્સ  iPhone 12 જેવા જ છે. આઈફોન 12 મિનીની કિંમત 699 ડોલર રાખવામાં આવી છે. 

Appleની ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે. કંપનીએ iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max લોન્ચ કર્યાં છે. આ બધા આઈફોન 5જી મોડલ છે અને તેમાં OLED ડિસ્પ્લે અને A14 Bionic ચિપસેટ આપવામાં આવી છે. 

આઇફોન 12 મોડલ અને કિંમતો
આઇફોન 12 મીની: $699 (લગભગ 51,300 રૂપિયા)
આઇફોન 12: $ 799 (લગભગ 58,600 રૂપિયા)
આઇફોન 12 પ્રો: $ 999 (લગભગ 73300 રૂપિયા)
આઇફોન 12 પ્રો મેક્સ: $ 1099 (આશરે 80600 રૂપિયા)

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × two =

Back to top button
Close