હેલમેટ ન પહેરવા બદલના દંડ સામે NCB ના કાર્યકરે જાહેરમાં કપડાં કાઢીને….

- આપણા જીવની સુરક્ષા માટે કાઢેલ કાયદા સામે આપણે જ કરીએ હોબાળો
- હેલમેટ નહીં પહેરો તો 500 રૂપિયા દંડ ચૂકવો આ નિયમનો વિરોધ કરવા ભીડ એકઠી કરી અને કપડાં કાઢી NCB ના કાર્યકરે કર્યો વિરોધ
આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે.9 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી જો કોઈ પણ ટ્રાફિક નિયમનો ભંગ થયો તો અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે.
આ કાયદાને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં આ નિયમનું પાલન શરૂ થઈ ગયું છે. જેના પગલે અમદાવાદ શહેરમાં અને લોકોને હેલમેટ ન પહેરવાને બદલે 500 રૂપિયાનો દંડ પોલીસ ફટકારી ચૂકી છે.

આ દરમિયાન NCPના કાર્યકરે આ નવા નિયમ વિરુદ્ધ આશ્રમ રોડ ઉપર વિરોધ દર્શાવતા હોબાળો મચાવી દીધો હતો. આજથી 10 દિવસ એટલે કે 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં દંડ ભરવાને લઈને ચાલકો તેમજ ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થઈ રહી છે. કાર્યકરે જાહેરમાં કપડાં કાઢીને દંડનો વિરોધ કર્યો હતો. તેને ચાલતે ત્યાં પોલીસને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા ત્યાં પંહોચવું પડ્યું હતું.

સ્પેશિયલ ડ્રાઈવના પગલે હાલમાં દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની ટીમો ઉતારી દેવામાં આવી હતી. ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દંડ ભરવાને લઈને ચાલકો તેમજ ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થઈ રહી છે. એવામાં પોલીસ હેલમેટ ન પહેરેલ કોઈ પણ સ્ત્રી કએ પુરુષને બક્ષતી નથી અને દરેક પાસે ફરજિયાતપણે દંડ વસૂલે છે.