નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

આંતરરાષ્ટ્રીય સ્તરે નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા કંપની નયારા એનર્જી આરોગ્ય અને પોષણ તથા શિક્ષણ અને પયોવરણના ક્ષેત્રોમાં વિવિધ સતત વિકાસ યોજનાઓ દ્વારા સમાજ સાથે ભાગીદારી કરી ગુજરાતના વાડીનારમાં તેમની રિફાઇનરીની નજીકના લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ત્રીજા રાષ્ટ્રી2ય પોષણ માસના ભાગરૂપે જવાબદાર પસંદગીના પાડોશી તરીકે નયારા એનજી દેવભૂમિ દ્વારકા જિલ્લાને પોષણયુક્ત બનાવવા પ્રોજેક્ટ તુષ્ટિના નેજા હેઠળ અનેક કાયયક્રમો શરૂ કરશે.
વર્ષ 2019 માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણના સ્તરમાં સુધારો લાવવા અને આ ક્ષેત્રની સવાંગી પ્રગતિમાં ફાળો આપવાના હેતુથી નયારા એનજીએ ગુજરાત સરકાર સાથે પ્રોજેક્ટ તુષ્ટિ હાથ પર લીધો છે. તેના અમલીકરણ ભાગીદારો મારફતે કંપની સગભો અને સ્તનપાન કરાવતી માતાઓ માટે જરૂરી પોષણના તબક્કાઓ તેમજ સ્થાનિક લોકોમાં સંવેદનશીલતા અથે જાગૃતિ લાવવા પરસ્પર સંવાદાત્મક સંતુષ્ટિની જાળવણી કરી રહી છે. કંપની વ્યાપક આંતરવ્યક્તિત્વ પરામર્શ અને ઘરેલુ મુલાકાત દ્વારા જાગતિ લાવવાનું આયોજન કરી રહી છે.
વધુમાં કંપની વાડીનારમાં બાળ આરોગ્ય શિબિરોનું આયોજન કરી રહી છે જેથી ઓછા વજનવાળા બાળકોની આગળની ચકાસણી કરી શકાય અને તે મુજબ શિબિરમાં વિડિઓઝ, બેનરો અને અન્ય માધ્યમોના ઉપયોગથી જરૂરી માર્ગદશન આપવામાં આવશે.
નયારા એનજી જિલ્લાના ચાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આરોગ્ય કિઓસ્ક (મોબાઇલ હેલ્થ એટીએમ) સ્થાપિત કરી રહી છે. આરોગ્ય કિઓસ્ક ઇ-ક્લિનિક સોફ્ટવેરથી સજ્જ છે. આ કિઓસ્કમાં વસતિ વિષે, ફરિયાદો, તબીબી અને ભુતકાળમાં કરેલી સજીકલ સારવાર, સ્વયં સંચાલિત આરોગ્ય વિશ્લેષણ માહિતી અને પ્રાથમિક આરોગ્ય ચકાસણીની વિગતોનું વિવરણ મળશે. જે વહેલી તકે નિદાન, સારવાર અને સમયસર માર્ગદર્શન મેળવવામાં ઉપયોગી બનશે. અનુભવી તબીબો અને નિષ્ણાંતોના માર્ગેદશેનને સહયોગ આપવા માટે સિસ્ટમને ટેલિમેડીસીન સિસ્ટમથી સંકલિત કરવામાં આવી છે. કંપનીએ આ વિસ્તારમાં આશરે 1500 ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ (એફએચડબ્લ્યુ),, આંગણવાડી વર્કર્સ (એડબ્લ્યુડબ્લ્યુ, સહાયક નસો મિડવાઈવ્સ (એએનએમ)ના લાભ માટે તાલીમ આધારિત મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરશે. આ મોબાઇલ એપ્લિકેશન આરોગ્ય કમૈચારીઓ માટે શીખવાનું અને આદાન- પ્રદાનનું મંચ બનશે અને તેમને સંબંધિત વિડિઓઝ, તાલીમ અને સંવાદાત્મક સત્રો સુધી પહાંચવાનું માધ્યમ પૂરું પાડશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજનું આરોગ્ય યોગ્ય પોષણ અને આરોગ્યસંભાળ સેવાઓની મળતી સુવિધા પર આધારિત છે. નયારા એનજી સમયસર અને પોસાય તેવી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સેવાઓની સુવિધા વધારી આરોગ્ય અને સમગ્ર સમાજના પોષણમાં સુધારો લાવવા અથાક પ્રયત્નો કરી રહી છે. હું વિશેષ રૂપે માહિલાઓ અને નાના બાળકો માટે કંપનીના સંકલિત પ્રયાસો અને સુવિધાઓની પ્રશંસા કરૂં છું.