દેવભૂમિ દ્વારકા
પોરાણિક ધરોહર

લાઈટહાઉસ ખાતે આવેલા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેના ઓખામંડળ ના ક્ષત્રિય વાઘેરોના ઈ.સ 1820 ડિસેમ્બરના યુદ્ધ ની યશોગાથા દર્શાવાતા કિર્તીસ્તંભની મોટા પાયે મરામતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે 2020 મા નવેમ્બરમાં માસમા આ કિર્તીસ્તંભની સ્થાપના ને 200 વર્ષ થઈ રહ્યા છે.

દ્વારકા શહેરમા આવેલી આ 200 વર્ષ જુની અતિ મહત્વની આ ધરોહરને મરામતની તૈયારીઓ માટે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના આગેવાનોની આજે દ્વારકા લાઈટહાઉસ ખાતે બેઠક મળી હતી.