ગુજરાત

મારું ગામ- કોરોના મુક્ત ગામ; આ જિલ્લાના વિવિધ કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ..

પંચમહાલ :મારું ગામ- કોરોનામુક્ત ગામ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના વિવિધકોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ.

પંચમહાલ જિલ્લાના ડુમા, શિવરાજપુર, રણજીતનગર, રાબોડ, બાહી, મોરડુંગરા અને સાલીયા ખાતેના કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા કરી સઘન સર્વે, ટેસ્ટીંગ-ટ્રેકિંગ, સમયસર દવાઓ-સારવાર આપી ગ્રામ્ય સ્તરે કોરોનાને ઉગતો ડામવા અભિયાન.

પંચમહાલ જિલ્લામાં કુલ ૪૮૭ CCC પર ૨૩૦૦થી વધુ બેડની સુવિધા ઉભી કરાઈ,કોરોનાનો મુકાબલો કરવામાં ગ્રામશક્તિનો સહયોગ

કોરોના વાયરસની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ સ્થાનિક સ્તરે ઝડપી સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્યથી શરૂ કરાયેલ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ગામેગામ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આજે કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકાના આવા  વિવિધ કેર સેન્ટરોની જાત મુલાકાત લઈ ઉપલબ્ધ સારવાર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this

રાજ્યમંત્રી અને હાલોલના ધારાસભ્યશ્રી પરમારે જાંબુઘોડા તાલુકાના ડુમા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, હાલોલ તાલુકાના શિવરાજપુરની કે.વી.એસ. હાઈસ્કૂલ, ઘોઘંબા તાલુકાની રણજિતનગર પ્રાથમિક શાળા, કાલોલ તાલુકાની રાબોડ પ્રાથમિક શાળા, ગોધરા તાલુકાની નવા મોરડુંગરા પ્રાથમિક શાળા, શહેરા તાલુકાની બાહી પ્રાથમિક શાળા અને મોરવા હડફ તાલુકાના સાલીયા પ્રાથમિક શાળા ખાતે ઉભા કરાયેલ સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈ કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાનમાં લઈ પ્રાથમિક સારવાર અને આઇસોલેશન માટે ઉભી કરાયેલી સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમણે આ કેન્દ્રો પર કોવિડના લક્ષણો ધરાવતા શંકાસ્પદ કેસો તેમજ હળવા લક્ષણો ધરાવતા કેસો માટે આઈસોલેશન તેમજ તેમની પ્રાથમિક સારવાર માટે દવાઓ, મેડિકલ સાધનો, બેડ, રહેવા-જમવા સહિતની સુવિધાઓ, સેન્ટર પર રાખેલા દર્દીઓના સ્વાસ્થયની સ્થિતિ પર નજર રાખવા માટે ઉપલબ્ધ આરોગ્યકર્મીઓ, કર્મીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી, સર્વે અને ધન્વન્તરી રથની કામગીરી સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી.

ઉપયોગી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા. જ્યાંથી વધુ કેસો મળી રહ્યા હોય તેવા વિસ્તારો આઈડેન્ટીફાઈ કરી ત્યાં સઘન સર્વે કરી આવા હોટસ્પોટ વિસ્તારોમાં ધન્વન્તરી રથ-ટેસ્ટિંગ-દવાઓનું વિતરણ સહિતની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી.  કેન્દ્રો પર ઉપસ્થિત આરોગ્યકર્મીઓને કોવિડ કેસોની પ્રાથમિક સારવાર માટેના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ-ડિસ્ચાર્જ પ્રોટોકોલ તેમજ રિફર પ્રોટોકોલ વિશે પૂરતી માહિતી છે કે કેમ, કેન્દ્રો પર જરૂરી એન્ટી વાયરલ-એન્ટિ બાયોટીક, સ્ટેરોઈડ સહિતની દવાઓની ઉપલબ્ધિની સ્થિતિ વિશે માહિતી મેળવતા દરેક સીએચસી પર તેમની ઉપલબ્ધિત સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.  

આ પણ વાંચો..

આ જિલ્લામાં લાયન્સ ક્લબ દ્વારા કોવિડ-19 કેર સેન્ટરમાં ઑક્સિજન સપ્લાય મશીન ની સુવિધા ઉપલબ્ધ કરી..

કોરોનાની આ પરિસ્થિતિ ખાળવામાં ગ્રામજનોનો સહયોગ અને સક્રિયતા અતિ મહત્વના પરિબળો છે ત્યારે સ્થાનિક આગેવાનોની ભૂમિકા અગત્યની રહેવાની છે તેમ જણાવતા તેમણે આગેવાનોને ગામના લોકો આ આઇસોલેશનનું, સમયસર ટેસ્ટિંગ અને સારવાર લેવાનું મહત્વ સમજે અને ઉભા કરાયેલા કેન્દ્રો પર આ સુવિધાઓ લેતા થાય અને ગામડાઓમાં કોરોનાને પ્રસરતો અટકાવવામાં પોતાનો સહયોગ આપે તે માટે સમજાવવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે  સામાન્ય તાવ, શરદી, ઉધરસના લક્ષણો સાથે શરૂ થતી આ બિમારીની શરૂઆતમાં દર્દીની સ્થિતિ પર યોગ્ય નિરીક્ષણ રાખીને સારવાર-દવાઓ-યોગ્ય ખાનપાન આપવામાં આવે તો મોટાભાગના કેસો ક્રિટીકલ બનતા અટકાવી શકાય છે અને તે રીતે મેડિકલ સંસાધનોનો જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગ શક્ય બને છે.

જેથી ગ્રામ્ય સ્તરે આવી રહેલા કેસોની સારવાર ગામમાં જ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકે તે માટે આ અભિયાન અંતર્ગત ગામોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લામાં સુવિધા ન હોય તેઓ માટે આ સેન્ટરો જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત, આ કેન્દ્રો પર દર્દીનું તાપમાન, એસપીઓટુનું લેવલ, બીપી માપવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામડાઓમાં લોક ભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ કેન્દ્રોમાં દર્દીઓને દવા, ચા, નાસ્તો તેમજ બે વેળાનું ભોજન આપવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત પી.એચ.સી, સી.એચ.સી ના તબીબો દ્વારા આવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો..

કોરોના ને હરાવી ને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હોસ્પિટલથી મળી રજા..

તાલુકા દીઠ વર્ગ – ૧ ના અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે કે જેઓ સામુહિક કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતા દર્દીઓને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.દરેક ગામ દીઠ ગામ આગેવાનોની દસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. જે ગ્રામજનોને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત કોવિડનું નિર્ધારિત પ્રોટોકોલ જાળવવામાં મદદરૂપ બનશે.  મંત્રીશ્રીએ સુવિધાઓનું નિરીક્ષણ કરવા ઉપરાંત તાલુકા સ્તરે ઓક્સિજનની સુવિધાઓ ધરાવતા બેડની વધારાની સુવિધાઓ ઉભી કરવાના આયોજન અંગે પણ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ ચર્ચા કરી હતી. કૃષિ રાજ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબહેન સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.રાઠોડ, ઇન્ચાર્જ સીડીએચઓ શ્રી પી.કે. શ્રીવાસ્તવ, પ્રાંત અધિકારી સર્વશ્રી એ.કે.ગૌતમ, એન.બી.રાજપૂત અને જયકુમાર બારોટ, સબંધિત કેન્દ્રના વ્યવસ્થાપક અધિકારીઓ-સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 3 =

Back to top button
Close