સ્પોર્ટ્સ
UAEમાં મુંબઈ ઇન્ડિયન્સે જીત ની શરૂઆત કરી દીધી છે. રોહિત રહ્યો મેચ નો હીરો..

આઇપીએલ ની 13 મી સીઝન ના પાંચમા મેચમાં મુંબઈ ઇન્ડિયન્સએ (MI) કોલકાતા નાઈટ રાઈડર્સ ને (KKR) 49 રને હરાવ્યું છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને મુંબઈએ 196 રનનો ટાર્ગેટ આપ્યો. 80 રન ફટકારી રોહિત શર્મા મેચ નો હીરો રહ્યો હતો. રોહિતે IPLમાં 37મી ફિફટી મારી અને 200 સિક્સ મારનારો ચોથો ખેલાડી બન્યો. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટ્ટીન્સને 2-2 વિકેટ લીધી હતી.

IPLમાં સૌથી વધુ સિક્સ:
326- ક્રિસ ગેલ
214- એબી ડિવિલિયર્સ
212- એમએસ ધોની
200*- રોહિત શર્મા
રોહિત શર્મા 200 સિક્સ મારનારો ચોથો ખેલાડી બન્યો..

તેની સાથે પોલાર્ડે મુંબઈસાથે 150મેચ રમનાર પેહલો ખેલાડી બન્યો.