સ્પોર્ટ્સ
મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું, મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર

કવિન્ટન ડી કોક અને સૂર્યકુમાર યાદવ બંનેએ 53 રન કર્યા.
IPL 13 મી સીઝનમાં 27 ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના નામે રહી હતી. રવિવારે રાતે અબુ ધાબીમાં તેણે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યુ છે. મુંબઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ખોઈને ટાર્ગેટને પુરો કરી દીધો હતો.

શિખર ધવને પોતાના IPL કરિયરની 38મી ફિફટી ફટકારતા 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન કર્યા. કપ્તાન શ્રેયસ ઐયરે પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી.