મુંબઈ:IPL ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડનારા 11 જણની ધરપકડ,

આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડવાના મોટા રેકેટમાં રાયગઢ પોલીસે ૧૧ આરોપીની ધરપકડ કરી છે.
આ મામલામાં 11 આરોપીને પકડવામાં આવ્યા, એમાં ચાર મુખ્ય બુકીનો સમાવેશ છે. તેમની પાસેથી 16 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસેે ફરાર ચાર આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.આરોપીઓ આઠ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સટ્ટો લગાડતા હતા પ્રત્યેક ક્રિકેટ મેચ બાદ નક્કી કરેલા પોઇન્ટસ સટ્ટો લગાડનારાને આપવામાં આવતા હતા.

આરોપીઓ આઠ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સટ્ટો લગાડતા હતા પ્રત્યેક ક્રિકેટ મેચ બાદ નક્કી કરેલા પોઇન્ટસ સટ્ટો લગાડનારાને આપવામાં આવતા હતા.
કર્જતમાં આવેલી રિસોર્ટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે આ રિસોર્ટ પર છાપો માર્યો હતો.અઠવાઠિયા બાદ જમા થયેલી પોઇન્ટસના આધારે તેમને હવાલા મારફતે રોકડ રકમ અપાતી હતી.