ગુજરાતટ્રેડિંગ

ગુજરાતમાં 60 હજારથી વધુ મહિલાઓએ મહિલા હેલ્પલાઇન 181 ની મદદ માંગી

26,698 મહિલાઓએ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી, મહિલા અત્યાચારના મામલે અમદાવાદથી વધુ કોલ આવ્યા: ચાલુ વર્ષે ઓગષ્ટ માસ સુધીના 6 માસમાં

ગુજરાતમાં ઓગષ્ટ માસ સુધીના છેલ્લા ૬ માસમાં ‘મહિલા હેલ્પલાઇન ૧૮૧’ ઉપર  સૌથી વધુ ૨૬,૬૯૮ કોલ ઘરેલું હિંસાના આવ્યા છે. જે કુલ કોલમાંથી ૪૪ ટકા કોલ હોવાનું જાણવા મળે છે. મહિલા અત્યારને લગતી વિવિધ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે આ છ માસમાં કુલ ૬૦,૬૪૪ મહિલાઓએ ‘અભયમ હેલ્પલાઇન ૧૮૧ ‘નો સંપર્ક કર્યો હતો.મહિલા અત્યાચારના મામલે રાજ્યભરમાંથી સૌથી વધુ કોલ અમદાવાદમાંથી આવ્યા હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં મહિલાઓની સાચી સ્થિતિ શું છે તેનો આછોપાતળો ખ્યાલ મહિલા  હેલ્પલાઇન પર આવતા કોલ પરથી આવી શકે છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે ૧૮૧ નંબરની ટોલ ફ્રિ હેલ્પલાઇન સેવા  ૨૪ કલાક માટે ચાલુ કરી છે. જેમાં આવતા કોલ અને મહિલાઓની આપવિતી પરથી સમાજમાં થતા મહિલાઓ પરના અત્યાચારોનો ચિતાર મળે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ રોજના ૩૦૦ થી વધુ કોલ આવી રહ્યા છે. મહિને એવરેજ ૧૦ હજાર જેટલા કોલ મહિલાઓ આ હેલ્પલાઇન પર કરી રહી છે. જેમાં સૌથી વધુ ફરિયાદો ઘરેલું હિંસાને લગતી જોવા મળી રહી  છે. આવા કેસમાં મહિલા હેલ્પલાઇન દ્વારા પોલીસની પણ મદદ લેવામાં આવે છે અને મહિલાઓની સમસ્યાનો અંત આવે તેવા પ્રયાસો કરાય છે.

ટેલિફોનીક રોમિયોના ત્રાસથી ત્રસ્ત મહિલાઓ પણ આ હેલ્પલાઇનની મદદ લે છે. જેમાં પોલીસની મદદથી રોમિયોને ઝડપી પાડીને પોલીસ કેસ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત છેડતી, ઓફિસમાં હેરાનગતિ, રોમિયા દ્વારા પીછો કરવો સહિતના કોલ પણ આવતા હોય છે. હેલ્પલાઇન નંબર પર આવતા કોલમાં તાત્કાલિક ધોરણે એક્શન લેવાય છે.

મહિલાની ઓળખ છતી ન થાય  તેનું ધ્યાના રાખીને  મહિલાઓની મદદ કરવામા ંઆવતી હોય છે. કેટલાક કેસમાં મહિલાઓ માનસિક રીતે તૂટી ગઇ હોય અને આત્મહત્યા કરવાનું વિચારતી હોય તેવા કિસ્સામાં મહિલાઓને કાઉન્સિલિંગની સેવા પણ પુરી પાડીને આવી મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાય છે.

181 અભયમ હેલ્પલાઇન પર આવેલા કોલની વિગત

માસકુલ કોલઘરેલું હિંસા
માર્ચ૧૦,૧૧૫,૦૪૦
એપ્રિલ,૭૭૪,૧૨૪
મે૧૦,૨૯૬,૬૦૨
જુન,૭૫૦,૩૫૧
જુલાઇ૧૦,૩૯૩,૪૪
ઓગષ્ટ૧૧,૩૧૬,૮૩૭
કુલ૬૦,૬૪૪૨૬,૬૯૮

(નોંધઃ ચાલુ વર્ષ ૨૦૨૦માં માર્ચ માસથી ઓગષ્ટ સુધીમાં આવેલા કોલની સંખ્યા છે)

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 4 =

Back to top button
Close